ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલી રહી હતી જેમાં આજે ફોર્મની ચકાસણીની કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ યોજાઇ હતી અને તેમાં હરીફ જૂથના ઉમેદવારોએ એકરાર નામા પર સહી કરવાની જેમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની કોલમમાં સહી કરી ન હતી તે બાબતે પ્રાંત અધિકારી સમક્ષ ફોર્મ રજૂઆત સમયે ફોર્મની ચકાસણી પણ કરવામાં આવી હતી.
કાયદાની જોગવાઈ મુજબ વાંધા અરજીની સામે જવાબ રજૂ કરવા માટે એક દિવસના સમયની જોગવાઈ હોવા છતાં જયારે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાને એ મુદ્દે પત્ર આપવામાં આવ્યો ત્યારે સાંજે 5 વાગ્યા સુધી જવાબ આપવાની તક આપવામાં આવી હતી. તે મામલે કોંગ્રેસ અગ્રણી પ્રાંત અધિકારી ઓફિસ બહાર સાંજના 5 વાગ્યા સુધી ધરણાં પર બેઠા છે. રાજકીય ધોરણે બેંકની ચૂંટણી બિનહરીફ કરવાના પ્રયત્નો છે તેના ભાગરૂપે દબાણ હેઠળ પ્રાંત અધિકારી કામ કરી રહ્યા છે. કૉલમ લાગુ નથી પડતું છતાં ખોટી રીતે હેરાનગતિ કરીને ફોર્મ રદ કરવાનું કાવતરું અધિકારીઓ મારફત સરકારના રાજકીય ઈશરાથી થઈ રહી હોવાનું સંદીપ માંગરોલાએ જણાવ્યુ હતું.
આખી પ્રક્રિયાને ઉજાગર કરવા વાંધા અધિકારીએ પ્રાંત અધિકારી સમક્ષ વાંધો રજૂ કર્યો હતો ત્યારે ફોર્મ ચકાસણી માટે માંગણી કરીને થોડી જ ક્ષણોમાં ફોર્મ પરત કરી દીધું હતું અને ટાઈપ કરેલો વાંધો રજૂ કરી દીધો હતો. આ બિનહરીફ ચૂંટણીની પ્રક્રિયા કોઈકના ઇશારા ઉપર થઈ રહી છે તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું હતું. પ્રાંત અધિકારી પણ શંકાના ઘેરાની અંદર છે જેથી કાવાદાવા સાથે હરીફ ઉમેદવારો દ્વારા કાવતરું રચવામાં આવ્યું છે. જેથી સંદીપ માંગરોલાએ સફળ નહીં થવા દેવાની ચીમકી આપી હતી.