Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસે મુંબઈ મેડિકલ કોલેજમાં એડમિશન આપવાના બહાને ગફલત કરતી ગેંગને રંગે હાથ ઝડપી પાડી.

Share

અગાઉ માર્ચ મહિનામાં બી ડીવીઝન વિસ્તારના ફરિયાદી આદમ વલીભાઈ પટેલ અને તેમના પુત્ર મોહસીન પટેલ સાથે મુંબઈ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન અર્થે ફ્રોડ થયું હતું. જે અંગે ભરૂચ બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

આજરોજ બાતમીને આધારે આઈ. પી. સી. ની કલમો હેઠળ કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેડિકલ કોલેજના ડોક્ટરની સંડોવણી બહાર આવી હતી બે આરોપીઓ સાથે પૈસાની છેતરપિંડીમાં બીજા અન્ય પણ આરોપીઓ સામેલ હતા જે અંગે પૂછપરછ શરુ કરી દેવામાં આવી છે.

મેડિકલ કોલેજોમા એડમિશન માટે આવા ઘણા ગેરકૃત્યો સક્રિય બને છે તે માટે તેવો દ્વારા અમુક જૂથ બનાવીને એક રહસ્યમય રચના બનાવામાં આવે છે જેમાં તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવા આવનાર વિદ્યાર્થીઓમાં જેના રેન્ક ઓછા હોય છે તેવા વિદ્યાર્થીઓની માહીતી કાઢી અને તેમના સંપર્ક કરતા હોય છે ત્યાર બાદ વિધાર્થી અને તેના વાલી સાથે કોલોજોમા કાઉનશીલ બાદ ખાલી પડેલી સીટોનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરી લાખોમાં આપે છે જેમાં હોસ્પિટલોના એકાદ હેડ સાથે પૈસા આપીને હાથ મિલાવવામાં આવે છે તેમાં આજરોજ ફરિયાદી આદમ વલી ભાઈ પટેલ પાસેથી 43,00,000/- ની ગફલત કરી હતી, વાલી પોતાના બાળકના ઉજવળ ભવિષ્ય માટે કઈ પણ કરતો હોય છે જેથી તેનો ફાયદો ઉઠાવીને આવા ગેરકાનૂની કૃત્યો કરવા વાલીઓને ઉક્સાવામાં આવે છે જે અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓની તજવીજ હાથ ધરી છે.

Advertisement

પકડાયેલ આરોપીઓ :-
(1) ડો. રાકેશ રામનારાયણ વર્મા રહે, બી બિલ્ડીંગ આનંદ ભવન રૂમ નં.11 ડોક્ટર ક્વાટર નાયર હોસ્પિટલ મુંબઈ.
(2) લવ અવધકિશોર ગુપ્તા. રહે, બી 703 એમ્પાયર સ્ટેટ સેક્ટર 20, ખારગર નવી મુંબઈનાઓની ધરપકડ કરી અન્યની તપાસ હાથ ધરી છે

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

સુરત ગ્રામ્યમાં પિસ્તોલની અણીએ લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી ગામની ફાટક પાસે એક શખ્સએ માર્ગમાં રૂપિયાની માંગણી કરી ચપ્પાના ઘા ઝીંકી ફરાર.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બે દિવસમાં નવા ચાર કોરોના કેસ સાથે કુલ આંક ૮૨ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!