દિલ્હી બાદ હવે ગુજરાતમાં સત્તા મેળવવા આમ આદમી પાર્ટી અત્યારથી એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ધીમા પગલે પગ પેસારો કર્યો હતો, છેલ્લા એકાદ વર્ષથી આમ આદમી પાર્ટી એકદમ સક્રિય રીતે ગુજરાતમાં આવી હતી. ગુજરાતમાં ‘આપ’ની એન્ટ્રી સાથે જ સત્તાપક્ષ ભાજપ માટે પડકાર ઊભો થયો છે, જેથી ‘આપ’ની એન્ટ્રી ગુજરાતની વર્ષો જૂની રાજકીય પેટર્નને બદલવામાં સફળ થઈ શકે છે. ગુજરાતના રાજકારણમાં અને મતદારો માટે ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં બેઠકો મળ્યાં બાદ આમ આદમી પાર્ટીના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. રાજયના અનેક નામી ચહેરાઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહયાં છે.
ભાજપ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીથીના ખુશ થયેલ લોકો આમ આદમી પાર્ટી તરફ વળયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના 60 થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીની પદ્ધતિથી પ્રેરાયને આજરોજ ભાજપના યુવા સક્રિય કાર્યકર પ્રકાશ મોદી સહિત એંજલ પાલેજવાલા અને હરેશ બ્રહ્મભટ્ટ સહીત 60 થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિદ કેજરીવાલની ટીમ હવે મજબુત થતી જોવા મળી રહી છે. ભાજપના કાર્યકર્તાઓ હવે ભાજપાની પાર્ટીને છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
જેમાં આપના વરિષ્ઠ આગેવાનો રણા કનક સિંહ, દલપત સિંહ સહિત પ્રદેશ સહ સંગઠન મંત્રી હરેશ જોગરાણા, જિલ્લા પ્રમુખ જયારાજ સિંહ રાજ, જિલ્લા મહામંત્રી કલ્પેશ મોદી, મહામંત્રી પિયુષ પટેલ તેલવાળા, સંગઠન મંત્રી અનિલ પારેખ યુવા મોરચા જિલ્લા પ્રમુખ અભિરાજ સિંહ ગોહિલ, ભરૂચ શહેર પ્રમુખ ગોપાલ રાણા, તેજસ પટેલ અને ઉપાધ્યક્ષ મુન્નાભાઈ વગેરે હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિધ્ધી પંચાલ, ભરૂચ.