Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં કોરોનાના નવા માત્ર 14 કેસ નોંધાયા : એક સપ્તાહનો મૃત્યુ દર શૂન્ય.

Share

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાની શરૂઆત સાથે સતત કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. જેના સ્વરૂપે હવે રોજના 1 અથવા 2 જ દર્દી કોરોનાનાં જિલ્લામાં મળી રહ્યા છે. ગત સપ્તાહમાં 7 દિવસમાં 14 દર્દી સામે આવ્યા છે જેમાં 21 મી જૂનના રોજ 5 દર્દીઓ નોંધાયા હતા.

જિલ્લામાં સૌથી મોટી રાહત મૃત્યુદરમાં જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહમાં એક પણ વ્યક્તિને કોરોના સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો નથી. જિલ્લામાં કુલ 10689 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. જેમાં સત્તાવાર મૃત્યુ આંક 117 પર છે. જયારે 10558 દર્દીને કોરોના સારવાર બાદ રજા અપાઇ છે. જિલ્લામાં 14 દર્દી જ એક્ટિવ છે.

Advertisement

જેમાં ભરૂચમાં 10, વાલિયામાં 1, ઝગડીયામાં 2, અને અંકલેશ્વરમાં 1 કોરોના દર્દી એક્ટિવ છે. જયારે હાલ આમોદ, જંબુસર, વાગરા, નેત્રંગ, હાંસોટ, તાલુકામાં એક પણ દર્દી એક્ટિવ નથી જયારે અર્બનમાં 3 અને 11 દર્દી રૂલર વિસ્તારમાં એક્ટિવ છે ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટવાની સાથે દર્દી ની સંખ્યા અને મૃત્યુદર પણ ઘટી જવા પામ્યો છે.


Share

Related posts

ભરૂચ નગરમાં તસ્કરોનો કકળાટ વધ્યો

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર રોડ પર આંગડીયાના કર્મીની આંખમાં મરચુ નાંખી ચપ્પુની અણીએ 45 લાખની લૂંટ

ProudOfGujarat

શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા? પાટીલના નિવેદને ઉડાડી ઊંઘ!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!