ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મેઘરાજાની પુનઃ એક સપ્તાહના વિરામ બાદ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગયા સપ્તાહમાં મેઘરાજાએ પધરામણી કરતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. ત્યારબાદ વરસાદ ન વરસતા પુનઃ બાફ ઉકળાટથી નગરજનો ત્રસ્ત બન્યા હતા અને મેહુલિયો હેત વરસાવે એવી અપેક્ષા સેવી રહ્યા હતા.
ત્યારે રવિવારે રાત્રીના ૧૦.૪૫ વાગ્યાની આસપાસ પાલેજ નગર સહિત પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોથી નગરનું આકાશ છવાઈ ગયું હતું. શીત લહેરો સાથે ગાજવીજ સાથે મેઘાએ ધબડાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને પગલે બાફ ઉકળાટથી ત્રસ્ત નગરજનોને ગરમીમાં રાહત મળવા પામી હતી. પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યા છે.
Advertisement
યાકુબ પટેલ, પાલેજ