આમોદ તાલુકાના તિલક મેદાન પાસે સરકારી અનાજના ગોડાઉનમાંથી કોઈક અજાણ્યા ચોર સરકારી અનાજ ચોરી ગયા હતા. જેમાં આમોદ પોલીસને આછોદ ગામના બે શખ્સોને સરકારી અનાજ તેમજ ટેમ્પો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સરકારી અનાજની ચોરીમાં આમોદ તાલુકા લોક સરકાર પ્રમુખ અને કોંગ્રેસના પ્રવક્તાનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં તિલક મેદાન પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ગત 19 થી 21 જૂન દરમિયાન સરકારી ખાંડ 50 કિ.ગ્રા.ની કુલ 21 બોરીઓ તેમજ ઘઉંની 50 કિ.ગ્રા.ની 22 બોરીઓ મળી કુલ 25,300ના અનાજની ચોરી થઈ હતી જેની ફરિયાદ ગોડાઉન મેનેજર બી.વી વસાવાએ આમોદ પોલીસ મથકે નોંધાવી હતી.
જેથી આમોદ પોલીસે તપાસ કરતા માત્ર એક અઠવાડિયામાં જ સરકારી અનાજના ચોરને ઝડપી પાડ્યા હતા. આમોદ તાલુકાના આછોદ ગામે મહંમદ રફીક આદમ ઉર્ફે બાબુ યુસુફ ભુદરા તેના ઘરમાં સરકારી અનાજ રાખી છૂટક વેચાણ કરે છે તેવી બાતમી મળતા તેના ઘરે ઝડતી તપાસ કરતા સરકારી અનાજમાંથી ખાંડની 50 કિ.ગ્રા.ની 21 બોરી તથા ઘઉંની 50 કિ. ગ્રા.ની 13 બોરીઓ જેની કિંમત કુલ કિંમત 24,400 તથા ચોરીના ગુનામાં ઉપયોગ થયેલ ટાટા ટેમ્પો જેની કિંમત 2 લાખ મળી મળી કુલ 2.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
૧.) મહંમદ રફીક આદમ ઉર્ફે બાબુ યુસુફ ભુદરા રહે આછોદ,આમોદ, ભરુચ
૨.) આસીફ ઉમરજી યુસુફ ભુદરા રહે આછોદ,આમોદ, ભરુચ.ના ઓની આમોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ.