કોરોના મહામારી દરમ્યાન વેલ્સપન કંપનીના મેનેજમેન્ટે 416 કામદારોને વર્ક ફ્રોમ હોમના આદેશ કરતા વિવાદ છેડાયો હતો. ત્યારબાદ થોડા દિવસમાં જ કામદારોને આરપીએડીથી અંજાર અને ભોપાલ બદલી કરવાના હુકમ કરતા કામદારોમાં રોજગારી ગુમાવવાનો ભય ઉભો થયો હતો. કામદારોએ ન્યાય મેળવવા ધારાસભ્ય સહિત કલેકટર અને એસપીને રજૂઆતો કરી હતી.
ગુરુવારે આખરે કામદારોએ કંપનીના ગેટ પાસે જ ધરણા પર બેસી જઈ કંપની મેનેજમેન્ટ સામે આંદોલનનું રણસિંગુ ફૂંકયું છે. ધરણા પર બેસેલા કર્મીઓએ કંપની કંપની બંધ કરવાના બદઈરાદાથી બદલીના ઓર્ડર આપ્યાના આક્ષેપ કર્યા હતા. જ્યાં સુધી કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર કર્યો હતો.દહેજ વેલ્સપન કંપનીમાં કામદારો વિરોધ પ્રદર્શન નો મામલો વધુ ગરમાયો હતો જેમાં આજરોજ વહેલી સ્વરવા બે કામદારો (1) કલ્પેશ ગોહિલ અને (2) અરવિંદ સોલંકીનો વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા એક ટુ વ્હીલર બાઈક પર જઈ રહ્યા હતા કોલાદરા નજીક ત્યારે અચાનક સામેથી એક બાઈક પર એક બાઈક સવાર અરવિંદ પરમાર નાઓ સામે અથડાયા હતા અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના પગલે ગંભીર ઇજા પોહોંચતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ હીલિંગ ટચમાં ખસેડાયા હતા. માથાના ભાગમાં ગંભીર ઇજાના પગલે કલ્પેશ ગોહિલનું સરવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને અન્ય બે ની સારવાર હાલ ચાલુ છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ.