ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજવામાં આવ્યો હતો.
સંસ્થા દ્વારા સતત ૨૮ વર્ષ સુધી શહેરના ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે જેની હાજર રહેલા મહાનુભવોએ સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાના કાર્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નાઝુ ફડવાલા, કોંગ્રેસ અગ્રણી સુરેશ મહેતા, વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જે જે શુક્લા, સામાજિક અગ્રણી અને પત્રકાર કૌશલ ગોસ્વામી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રમુખ પરેશ મેવાડા તેમજ સભ્ય વૈશાલીબેન ચંદેલ, દીપિકા પરમાર, નીતાબેન બારશાકવાલા, કલ્પેશ વસાવા, રાકેશ પરમાર, ગોવિંદ સુરતી વગેરે હાજર વિદ્યાર્થીઓને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું.
ભરૂચ : ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો.
Advertisement