ભરૂચ જિલ્લાનો દહેજ વિસ્તાર ઇન્ડસ્ટ્રીઝથી ઘેરાયેલો છે અને ત્યાં લાખો કામદારો કામ કરે છે. ત્યારે આજરોજ બાયોસ્કેપ કંપનીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં એકનું મોત નીપજ્યું હતું અને અન્ય બે કામદારને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા લાદવામાં આવેલ નિયમો મુજબ બાળ મજૂરી એ ગેરકાયદેસરનું કાનુની કામ છે અને કંપનીઓમાં ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ મજૂરી પેટે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને કામ પર રાખી શકે નહીં પરંતુ આજરોજ બનેલ બાયોસ્કેપ કંપનીના કિસ્સામાં 16 વર્ષીય બાળકી કામ કરતી હોવાથી અચાનક હોનારત સર્જાવાને કારણે મૃત્યુ પામી હતી અને મજૂરો માટે કોઈ સેફટી રાખવામાં આવતી નથી તેઓ પોતે જીવના જોખમે કામ કરતા હોય છે જયારે કંપનીના ઉપરના કર્મચારીઓને કોઈ નુકશાન ન પહોંચે તે માટે પૂરતી સુવિધાઓ આપવામાં આવે છે આ ક્યાંનો ન્યાય ? પગાર પેટે કંપનીઓ ઉચ્ચ કક્ષાના કર્મચારીઓને લાખો રૂપિયા આપતી હોય છે જયારે મજુર વર્ગને જરૂરી વળતર આપવામાં પણ આજકાલ કરતા હોય છે તેથી સેફટી વિભાગની ખુલ્લી બેદરકારી બહાર પાડી હતી.
ચાઈલ્ડ એકટ અંતર્ગત કોઈ કંપનીમાં બાળકો પાસે મજૂરી કરાવી શકે નહિ પરંતુ બાયોસ્કેપ કંપની દહેજમાં મૃતક બાળકી હરજાના મનીષ પારગિલના પિતા મનીષ પારગિલના જણાવ્યા મુજબ આધારકાર્ડમાં બાળકીની જન્મતારીખ 13 એપ્રિલ 2005 છે અને હાલ તેની ઉંમર લગભગ 16 વર્ષ થઇ છે તો આજરોજ કંપની સામે બાળમજૂરીને લઈને કેટલાક પ્રશ્નો ઉભા થાય છે કે આ કેવા પ્રકારની સેફટી, સેફટી વિભાગ દ્વારા આપવામાં આવી કે બાળકીનું મૃત્યુ જ થઈ ગયું સાથે આવા કેટલા બાળમજૂરો કંપની ખાતે કામ કરે છે અને કંપની તથા કંપની વિરૂધ્ધ દહેજ પોલીસ તજવીજ હાથ ધરશે ખરી ? અને પેકીંગ વિભાગમાં કામ કરતા કામદારોને યોગ્ય સેફટી મળશે ખરી ? શું કંપની માલિકને બાળ મજુરી અંગે જાણ છે ? જેવા તમામ પ્રશ્નો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે જો પોલીસ વિભાગ કંપનીના ગેટની બહાર લગાડવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરા મારફતે તપાસ કરવામાં આવશે તો બાળમજૂરીને થતું શોષણ જાહેરમાં બહાર પડશે.
રિધ્ધી પંચાલ, ભરૂચ.