ભરૂચ જિલ્લામાં ચોરી મારામારી લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે જાણે ગેરકાયદેસર કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે.
બનાવ અંગે મળતી માહીતી અનુસાર ફરિયાદી બિપીનભાઈ હરિભાઈ વસાવા રહે, ખરચી ભીલવાડ, ઝગડીયા, ભરૂચ તેમનો વ્યવસાય ખેતી સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવી રહ્યા છે. તેઓનું ગુજરાન આ ગાડીઓ મારફતે જ઼ થઇ રહ્યું છે ત્યારે તેમને ગઈ 21/06/2021 ના રોજ તેમના મિત્ર સાથે બોરોશીલ કંપની ઝઘડીયા ખાતે ટ્રાન્સપોર્ટના ધંધા અર્થે વાત કરવા પહોંચ્યાં હતા પરંતુ ત્યાં કોન્ટ્રાકટર ત્યાં હાજર ન હતો અને સાથીદાર કોન્ટ્રાકટર આરોપી નિલેશભાઈ મગનભાઈ પટેલને ફોન ઉપર વાતચીત કરવા જણાવામાં આવ્યું હતું. વાતચીત સમય દરમિયાન કોઈ અગ્મય કારણોસર આરોપીએ ખરાબ વર્તન કરીને દાદાગીરી કરીને અને ગાળાગાળી કરીને ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને મારી બહુ ઓળખાણ છે તમને કામ નહીં મળે અને અન્ય ઘણી એવી બાબતની ધમકી આપવામાં આવી હતી.
જે બાબતે ફરિયાદી ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા નીકળ્યા હતા તે સમય દરમિયાન રાત્રીના લગભગ સાડા દસેક વાગ્યે ભરૂચ તરફથી એક ફોર વ્હીલમાં આરોપી નિલેશભાઈ મગનભાઈ પટેલ અને તેમનો પુત્ર કુશ નિલેશભાઈ પટેલ ગાડી ઉભી રખાવીને બંને બાપ દીકરાએ બિપીનભાઈ વસાવાને ગાળો આપીને તેમને પહેરેલી સોનાની રૂ.80,000/-ની ચેઇન ખેંચીને પોતાની પાસે લઇ લીધી હતી જે અંગેની ફરિયાદ ઝઘડીયા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી અને સમગ્ર મામલા અર્થે ઝઘડીયા પોલીસ સ્ટેશને આગળની તપાસ શરૂ કરી દીધી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ.