ભરૂચ જિલ્લાનો દહેજ વિસ્તાર ઇન્ડસ્ટ્રીઝથી ઘેરાયેલો છે અને ત્યાં લાખો કામદારો કામ કરે છે. ત્યારે આજરોજ બાયોસ્કેપ કંપનીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં એકનું મોત નીપજ્યું હતું અને અન્ય બે કામદારને ગંભીર ઇજાના પગલે સરવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે મળતી માહીતી મુજબ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બાયોસ્કેપ કંપનીમાં ત્રણ કામદારો એકસાથે કલર બનાવવાના મશીન નજીક કામ કરી રહ્યા હતા જેમાં કોઈ કારણસર ઉંચાઈ પરથી નીચે કામ કરતા મજૂરો પર ગાડી પડતા બેધ્યાન થતા કામ કરતા ત્રણ કામદારો કલર બનાવાના મશીન પરથી નીચે જમીન પર પટકાયા હતા જેને કારણે એક મહિલા કામદાર હરજાના મનીષ પારગિલ ઉંમર 16 નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેથી કામદારોમાં ભયોનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળ પર ચકચાર મચી જવા પામી હતી. દહેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
જેમાં એક મહિલા કામદાર ભડીબેન અજયભાઈ મેળા ઉંમર વર્ષ 19 અને એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેઓને ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રિધ્ધી પંચાલ, ભરૂચ.