Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગજેરા ગામના વણકર સમાજના આગેવાનો ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના પક્ષમાં : એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સત્યની રજુઆત કરવા રહ્યા હાજર.

Share

ભરૂચ નગરપાલિકામાં પ્રમુખપદની બેઠક હોવા છતાં હિન્દૂ દરજી જ્ઞાતિના અમિત ચાવડાએ ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી અને પ્રમુખ બનતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે સમગ્ર પ્રકરણમાં ખોટા દસ્તાવેજ ઉભા કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવાનું ફરમાન એ ડીવીઝન પોલીસને કરવામાં આવ્યું હતું.

જેમાં ગઈકાલના રોજ મીડિયા ઇન્ટરવ્યૂ થકી અમિત ચાવડાએ પોતે હિન્દૂ માયાવંશી હોવાનો ખુલાસો કર્યો હતો અને ભરૂચ એ ડીવીઝન પોલીસ દ્વારા અમિત ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ગજેરા ગામના વણકર સમાજના આગેવાનો ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના પક્ષમા ઉતાર્યા હતા અને એ ડીવીઝન પોલીસ સમક્ષ સત્યની રજુઆત કરી હતી જેમાં મામલો ઘણો ગરમાય ચુક્યો છે. એક પછી એક રહસ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ગજેરા ગામના લોકોએ અમિત ચાવડાને ગામનું ગૌરવ કહ્યા હતા.

રજુઆતમાં ખુલાસો થયો કે અમિત ચાવડાના પિતા શિવલાલ કે ચાવડા અને માતા નીલાબેન ચાવડા અનુસૂચિત જાતીમાં આવત માહ્યાવંશી જ્ઞાતિના છે. જંબુસર તાલુકાના 56+36=92 માં ગજેરા ગામ આવેલું છે તે ગામ શિવલાલ ચાવડાનું વતન છે તેથી જયારે અમિત ચાવડા અનુસૂચિત જાતિના ત્યારે જ્ઞાતિ બાબતે છેલ્લા ઘણા સમયથી ખોટી રીતે વિવાદો સર્જાઈ રહ્યા હતા જેથી ગામના લોકોને રજુઆત કરવાની ફરજ પડી હતી.

Advertisement

તે રીતે અમિત ચાવડાના બચાવ સમક્ષમા છપ્પન છત્રીસ બાણું ગામ વણકર સમાજના તથા ભરૂચ જિલ્લા રોહિત સમાજ, લીમડી ચોક વણકર સમાજ, માં મણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ જિલ્લા વાલ્મિકી સમાજ તથા સંત શીરોમની રઇદાસ એન્ડ યોગાવતર ડો. આંબેડકર સેવા સંધ સહિત વિવિધ સંસ્થાઓના દ્વારા એ ડીવીઝન પોલીસને રજુઆત કરવામાં આવી હતી જેથી સત્યની જીત થાય.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

વડોદરાના ૧૪ અધિકારીઓએ યુક્રેનમાં ફસાયેલા છાત્રોના પરિજનોની લીધી મુલાકાત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસોની સંખ્યા 8 થઈ, સક્રિય કેસોની સંખ્યા 6

ProudOfGujarat

ભરૂચનાં તુલસીધામ શાક માર્કેટ ખાતે બે આખલા બાખડતા અફરાતફરી સર્જાઇ, સ્થાનિકોનાં જીવ ચોટયા ટાળવે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!