Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે રહાડપોર ગામમાંથી એક મકાનની અંદરથી ચાર જુગારીઓને ઝડપી પાડયા.

Share

ભરૂચ જિલ્લામાં જુગારના બનાવ ઘણા બની રહ્યા છે જાણે ગેરકાયદેસર કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે. જુગારીયાઓ બેફામ રીતે પોતાની મજા માણી રહ્યા છે.

ભરૂચ શહેર એ ડીવીઝન પોલિસ સ્ટેશન વિસ્તારના રહાડપોર ગામમાં ન્યુ સીમા વિસ્તારમાં આવેલ મકાનમાંથી રૂપિયા 81,130/-ની મત્તાના મુદ્દામાલ સાથે ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

Advertisement

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમીને આધારે ચાર ઈસમો (1) સોહેલ ઇસ્માઇલ પટેલ રહે, રહાડપોર ગામ ન્યુ સીમા એપાર્ટમેન્ટ, ભરૂચ (2) સુફિન સૈ્યુબભાઇ પઠાણ રહે, અજીમ નગર રહાડપોર ભરૂચ (3) સોહેલ આદમ પટેલ રહે અફીન સોસાયટી, જંબુસર બાયપાસ ભરૂચ (4) સદ્દીક અહમદ રાજે રહે આજીમ નગર, રહાડપોર ભરૂચ નાઓને પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા રોકડા કુલ રૂપિયા 14630/- તથા 04નંગ મોબાઈલ જેની કિંમત 16,500/- તેમજ વાહન નંગ 02 જેની કિંમત 50,000/- મળીને કુલ કિંમત 81,130/- ના મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજમાં જીએસની બિનહરીફ વરણી

ProudOfGujarat

જંબુસરમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં વધારો થવાથી ભરૂચ જિલ્લા કલેકટર સાહેબ જંબુસર જઈ તબીબો, આગેવાનો સહીત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કોરોના સામે પહોંચી વળવા ચર્ચા વિચારણા કરી હતી.

ProudOfGujarat

કઠોરની વ.દે.ગલિયારા વિદ્યાલય ખાતે વ્યસન મુક્ત ભારત અભિયાનનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!