Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના બનાવમાં લાખોની મત્તાનો કેસ શોધી કાઢયો.

Share

આજકાલ લોકો ઓનલાઇન ખરીદી તરફ ખુબ જ વળયા છે, ઘરે બેઠા જ વસ્તુ મળી જતી હોવાને કારણે અને સારી સારી ઓફરોના બહેકાવામાં અનેકવાર ઓનલાઇન ફ્રોડિંગનો શિકાર બનતા હોય છે ખરીદીને પગલે ઓનલાઇન પેમેન્ટ મારફતે આપણા ઓટીપી અને પાસવર્ડ અંગે પુરી માહીતી મેળવીને ફ્રોડ કરનારાઓ આપણા એકાઉન્ટમાંથી લાખોની છેતરપિંડી કરતા હોય છે તેવા કેટલાય ચોકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને પગલે સાઇબર ક્રાઇમ દ્વારા આ રીતે ફ્રોડ કરનારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવા કામગીરી સોંપવામાં આવી છે.

આજરોજ તેવો જ કિસ્સો ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અનેક આઇપીસી કલમો મુજબના ગુનાના કામે ફરિયાદીઓના ફોન પર બેન્કના કર્મચારીના નામે ફોન આવ્યો હતો અમે ફરિયાદીની બેંક ડીટેલ મંગાવીને બેન્ક ખાતામાંથી ઓનલાઇન કુલ રૂપિયા 1,16,000/- ઉપાડી લેવામાં આવ્યા હતા. જે બાબતે સાયબર ક્રાઇમને જાણ કરતા ટીમ દ્વારા આ કામના ફરિયાદીની મદદરૂપ થઈને તાત્કાલિક એક્શન લઈને ટેક્નિકલ એનાલિસીસના આધારે ફરિયાદીને રકમ 1,16,000/- તેઓના બેંક એકાઉન્ટમાં 100% પરત કરી આપ્યા હતા.

Advertisement

ભરૂચ સાયબર ક્રાઇમ દ્વારા જાણવામાં આવ્યું છે કે બેન્ક મેનેજરના નામ પર કોઈ પણ પ્રકારનો ફોન આવે અને ફોન ઉપર કંપની વોલેટ તરફથી આવતા કોઈ પણ મેસેજ પાસવર્ડ આપવા કે કોઈ પણ પ્રકારના કોડ સ્કેન કરવા નહિ અને ફ્રોડ કોઈ પણ પ્રકારની આપણા ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહે તો કરવું નહી અને સજાગ રહેવાનું જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર રખડતા ઢોરનો ત્રાસ, એક વેપારીને શિંગડું મારતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના આયોજનને અપાયેલો આખરી ઓપ : રીહર્સલ યોજાયું

ProudOfGujarat

અભિનેતા જેસન શાહ 8 વર્ષ પછી ફરીથી એમી જેક્સન સાથે કામ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!