Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડયો.

Share

ભરૂચ શહેરમાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં દેશી વિદેશી દારૂ જાણે કે બિંદાસ અંદાજમાં વેચાઇ રહ્યું છે, સવાર પડે ને રોજ નવો બુટલેગર માથું ઉચકતો હોય અને ઝડપાઇ ગયો હોય તે પ્રકારની પ્રેસનોટ ખુદ પોલીસ વિભાગ જ પત્રકારો સુધી પહોચાડી રહી છે. તેવો જ એક કેસ સામે આવ્યો છે.

ગઈકાલના રોજ બુટલેગર પોતાની ફોર વ્હીલમાં બિંદાસપણે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો હજારો રૂપિયાનો જથ્થો હેરફેર કરી રહ્યો હતી જેની બાતમીને આધારે નેત્રંગ પોલીસ, પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મળેલ માહિતી મુજબ ઉમરગામ વાલિયા તરફથી એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી GJ 06 FK 6025માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ચાસવડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે નેત્રંગ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ખાનગી વાહન મારફતે નીકળી ચાસવડ ચોકડી પર વોચમાં ગોઠવાઈ ગયા હતા અને થોડીવાર પછી દોલતપુર, ઝરણા ગામ તરફથી ચાસવડ ચોલડી તરફ બાતમી મુજબની ફોરવ્હીલ ગાડી આવતા ઉભી રખાવી તેને ચેક કરતા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની કુલ 477 નંગ બોટલો જેની કિંમત રૂ.63,450/- તથા નિશાન કંપનીની સાની એક્સએલ ડીસીઆઈ મોડલની ફોરવીલ જેની કિંમત રૂ. 2,50,000/- તથા મોબાઈલ 3000/- મળીને કુલ 3,16,450/- નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી અર્થે નેત્રંગ પોલીસ સ્ટેશન ખસેડાયા હતા.

Advertisement

પકડાયેલ આરોપી : અશોકભાઈ ઉર્ફે ગુરુજીભાઈ નરોત્તમભાઈ વસાવા રહે, ઉંમરગામ, વાલિયા ભરૂચ

વોન્ટેડ આરોપી : રાહુલભાઈ સુરેશભાઈ વસાવા રહે, વિઠ્ઠલગામ વાલિયા ભરૂચનાઓની પોલીસ તંત્ર દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી છે.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

સુરત: સુમુલમાં એક હજાર કરોડના કૌભાંડ મામલે તપાસની માંગ: બિન જરૂરી યોજના પર કરવામાં આવ્યો ખર્ચ ..!

ProudOfGujarat

રાજપીપલા ખાતે નવનિર્માણ પામનાર શેલ્ટર ફોર અર્બન હોમલેસનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

ભરૂચ : રાજ્યસભાનાં સાંસદ અહમદભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!