Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડેડિયાપાડાના મોહબુડી ગામમાં નેટવર્કના અભાવે ધો. ૧૨ ની બે વિદ્યાર્થીનીઓએ ટેકરી પર જઇને લેવુ પડે છે ઓનલાઇન શિક્ષણ.

Share

ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરીયાળ વિસ્તારના ગામડાઓમા આજે એકવીસમી સદીમાં પણ નેટવર્કના ધાંધિયા હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતાં નથી. જ્યારે ગરીબોના બાળકો પાસે મોબાઈલ પણ હોતાં નથી.

હવે ગામડાના લોકો પણ પોતાની જુની માન્યતાઓને નેવે મુકીને પોતાની બાળકીઓને શિક્ષિત કરી રહ્યા છે. ડેડિયાપાડાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલાં મોહબી અને મોહબુડી ગામની વિધાર્થીનીઓ મુન્ની વસાવા અને માધવી વસાવા બંને જેઓ નેત્રંગ તાલુકામાં કાકડકુઈ ગામે આવેલી માધવ વિધાપીઠમાં ધોરણ-12 માં અભ્યાસ કરે છે. ગામમાં ઈન્ટરનેટની સુવિધા નહીં હોવાથી અને નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી બંને વિદ્યાર્થીનીઓ એક જ મોબાઈલ લઈને ગામ નજીક આવેલા ડુંગરની એક ટેકરી ઉપર જઈને વરસાદમાં પણ છત્રીના સહારે ઓનલાઇન શિક્ષણ મેળવી રહી છે. ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ ઈન્ટરનેટનો અભાવ હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે.

Advertisement

અંતરીયાળ વિસ્તારમાં વિધાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતાં નથી. પરંતુ મોહબી અને મોહબુડી ગામની આ બે વિદ્યાર્થીનીઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવા ગામથી દૂર જઈને ઓનલાઈન શિક્ષણ મેળવવા પ્રયાસ કરી રહી છે. જેથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

રિધ્ધી પંચાલ, ભરુચ.


Share

Related posts

ધ્રાગધ્રા આર્મી (મીલેટરી સ્ટેશન ) દ્વારા યોજાયેલ કાર્યક્રમ

ProudOfGujarat

પાકિસ્તાને મોદી સરકાર પર જાસૂસીનો આરોપ લગાવ્યો : ઇમરાનનો નંબર પેગાસસ યાદીમાં.

ProudOfGujarat

ભરૂચ લોકસભા 2024 ની ચૂંટણીમાં દાવેદારી કરવા રસપ્રદ જંગ જામ્યો, I.N.D. I. A, ગઠબંધનમાંથી ચૂંટણી લડવા દાવેદારી વધી..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!