Proud of Gujarat
FeaturedGujaratINDIA

તંત્ર હવે તો જાગો..! : ભરૂચ : ફાટાતળાવથી કતોપોર બજારને જોડતા મુખ્ય માર્ગનું કામ ન થતા વેપારીઓ રસ્તા પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન.

Share

ભરૂચ જિલ્લામાં રસ્તા અને ડ્રેનેજ લાઈનોને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે ક્યાં તો ગટરો ઉભરાઈ છે ક્યાં તો ગટરો જામ થય જાય છે અને ક્યાં તો ગટરોમાં ગંદકીનું સામ્રાજ્ય એકઠું થતું હોય છે ત્યારે ભરૂચ જિલ્લાની જાહેર જનતા રસ્તાના સમરકામ અને ડ્રેનેજના પ્રશ્નોથી કંટાળી ચુકી છે, નગરપાલિકામાં અવારનવાર રજુઆતો કરવામાં છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેને પગલે આજરોજ વેપારીઓ ઉગ્ર થઇને ફાટાતળાવથી કતોપોર બજારને જોડતા મુખ્ય માર્ગ પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ જેને કારણે પોલીસ બંદોબસ્ત દોડતુ થયુ હતુ.

ફાટાતળાવથી ચાર રસ્તા સુધી રોડનું ઘણા વર્ષો પહેલાથી 3 કરોડ 28 લાખના આર સી સી રોડ બનાવા અંગે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ આ પાંચમું ચોમાસુ છે કે ત્યાંથી પસાર થતા અને એ વિસ્તારમાં જ કામ કરતા લોકોને રસ્તો ન બનાવાને કારણે હાલાકી ઉભી થાય છે જેથી રસ્તાની કામગીરી ના થતા સ્થાનિકો લોકો રોષે ભરાયા છે.

થોડા દિવસ અગાઉ જ સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકાને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું તે છતાં ચોમાસુ શરૂ થઇ ગયું છે પરંતુ કોઈ કામગીરીમાં કરવામાં આવી નથી. જો રોડની કામગીરી નહિ થાય તો બજાર બંધ કરી તે દિવસથી ભરબજારને ચક્કાજામ કરવાની સ્થાનિકોએ નગરપાલિકાને ચીમકી ગયા અઠવાડીયે જ આપવામાં આવી હતી. પરંતુ ભરૂચ નગરપાલીકા દ્વારા કોઇ કામગીરી ન થવાને કારણે રોષે ભરાયેલા વેપારીઓ ફાટાતળાવથી કતોપોર બજારને જોડતા મુખ્ય માર્ગ પર આજરોજ વહેલી સવારે બેસીને નગરપાલિકા સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રિધ્ધી પંચાલ,ભરુચ.

Advertisement

Share

Related posts

કોરોના મહામારીમાંથી મુક્તિ મેળવવા હજુ ભરૂચીઓએ ગ્રીન જોનમાં આવવાં 21 દિવસની રાહ જોવી પડશે..!!જાણો વધુ.

ProudOfGujarat

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી 6.5 ફૂટનો મગર સલાટવાડાના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો : મગરને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં.

ProudOfGujarat

કોરા ગ્રામપંચાયત ના સરપંચ ની અનોખી મદદ ની પહેલ કરી… જાણો શુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!