ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જાતિનું ખોટું પ્રમાણ પત્ર રજૂ કરી પ્રમુખ પદ મેળવ્યુ હોવાની કોર્ટમાં થયેલ રજૂઆતના પગલે કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપી આ મામલામાં પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. જેમાં કોર્ટે આ મામલામાં પોલીસને તપાસ કરવા આદેશ કર્યો છે અને 30 દિવસમાં તેનો રિપોર્ટ સોંપવાનો હતો, જેને પગલે આજરોજ એ ડીવીઝન પોલીસે લગભગ એક અઠવાડીયા બાદ અમિત ચાવડા વિરુધ્ધ ફરિયાદ નોંધી હતી.
ગત તા. ૧૭ મી માર્ચના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ પ્રમુખની ચૂંટણીમાં શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નં. ૫ ની સામાન્ય બેઠક ઉપરથી ચૂંટાયેલ અનુસૂચિત જાતીના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. વિરોધપક્ષ કોંગ્રેસ તરફથી અનુસૂચિત જાતીનો કોઈ જ ઉમેદવાર ચૂંટાયો ન હોય અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતાં અમિત ચાવડાને બિનહરીફ જાહેર કરાતાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખપદે તેમની વરણી થઇ હતી.
ફરીયાદી દ્વારા જ્ણાવ્યા પ્રમાણે આરોપી ચૂંટણી અધિકારી સમક્ષ સાચી હકીકત જાહેર કરવા માટી કાયદેસરના બંધાયેલા છે તે છતા ઇરાદાપુર્વક રીતે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જાતિનું ખોટું પ્રમાણ પત્ર રજૂ કર્યુ હતુ, ભરૂચ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ માટે અઢી વર્ષની ટર્મ અનુસૂચિત જાતીના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. જેની સામે આજરોજ ફરિયાદી દિનેશ ખુમાણના ન્યાય તરફ્નુ એક પગથિયુ ચઢ્યા હોય તેમ વર્તાઈ રહ્યુ હતુ.
ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ પાલિકા પ્રમુખની આ ચૂંટણીને દિનેશ ખુમાણ નામના અરજદારે કોર્ટમાં પડકારી હતી. આ મામલે કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. કોર્ટના ચુકાદા અંગે અરજદારના ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ જણાવ્યુ હતું કે અમિત ચાવડા જાતિના બોગસ દાખલાના આધારે પ્રમુખ બન્યા છે. આ અંગે તેઓ દ્વારા પ્રથમ સી ડિવિઝન, બાદમાં એ ડિવિઝન અને જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી પરંતુ તેઓએ શાસક પક્ષના ઇશારે ફરિયાદ નોંધી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આથી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે આ મામલામાં પોલીસને તપાસ કરવા આદેશ કર્યો છે અને 30 દિવસમાં તેનો રિપોર્ટ સોંપવાનો રહેશે જે અર્થે એ ડીવીઝન પોલીસે એક જ અઠવાડીયામા ગુનો દાખલ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ.