ચોમાસાની ઋતુ શરૂ થઇ ચુકી છે અને વાહનોના અકસ્માતના બનાવો ઘણા સામે આવતા હોય છે. ક્યારેક બ્રેક ફેઈલ થઇ જાય છે તો ક્યારેક ગાડી સ્લીપ થઇ જાય છે તો ક્યારેક ધોધમાર વરસાદને કારણે સામે આવતું વાહન દેખાતું નથી તો ક્યારેક નાળા ગરનાળામાં ઉતરી જવાના ઘણા બનાવો સામે આવે છે તેવી જ એક ઘટના આજરોજ નેત્રંગના ઉડી ગામ ખાતે સર્જાઈ હતી. જેમાં વાહનચાલાકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહીતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ઉંડી ગામ બસ સ્ટેશન નજીક ટર્નિંગ પાસે ફોર વ્હીલ વાહન સ્લીપ થઇ ગઈ હતી જેમાં બે વ્યક્તિઓ ઝગડીયા તાલુકામાંથી નેત્રંગ ખાતે ફોર વ્હીલમાં જઈ રહ્યા હતા અને કાદવ કીચડનો મારો રસ્તા પર વધારે હોવાને કારણે ઇજા પામેલ મહેશભાઈ માધવભાઈ પટેલ ઉંમર 45 વર્ષ રહે, ગોરકિયા પાડ, ઝગડીયા, ભરૂચનાઓ ઇજાગ્રસ્ત હાલતમાં હતા. જેમાં ચાલક ઘટના સ્થળ પર જ બેભાન થઇ જતા અન્ય વ્યક્તિ દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને તેણે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખાસેડવામાં આવ્યો હતો.
બેભાન ઈજાગ્રસ્ત વાહન ચાલાકના ખીસ્સા તપાસ કરતા મોબાઇલ અને ₹૧૪૫૦૦/- રોકડ મળી આવેલ હતા તેના દ્વારા સગા સંબંધીને જાન કરવામાં આવી હતી અને ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
રિધ્ધી પંચાલ, ભરૂચ.