ભરૂચ નગરપાલિકામાં પ્રમુખપદની બેઠક હોવા છતાં હિન્દૂ દરજી જ્ઞાતિના અમિત ચાવડાએ ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી અને પ્રમુખ બનતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટે સમગ્ર પ્રકરણમાં ખોટા દસ્તાવેજ ઉભા કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવાનું ફરમાન એ ડીવીઝન પોલીસને કર્યું હતું. આજરોજ અમિત ચાવડાએ જાતિના પ્રમાણપત્ર અંગે મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપી ખુલાસો કર્યો.
આજરોજ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપીને અમિત ચાવડાએ લોકોને જણાવ્યું હતું કે નામદાર કોર્ટને વિવાદને લગતા દરેક પુરાવા રજુ કરવામાં આવશે અને જયારે પણ પોલીસ અધિકારી કે કોર્ટનો બુલાવો આવશે ત્યારે હાજર રહેવાનું જણાવ્યું હતું સાથે અમિત ચાવડાએ દાવો કર્યો હતો કે હું માયાવંશી હતો હાલ પણ માયાવંશી જ છું અને હું માયાવંશી જ રહીશ. હાલ હવે આગળ શું પગલું લેવામાં આવશે તે જોવું રહ્યું..
ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થોડા સમય પહેલા જ યોજાય હતી ત્યારબાદ પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જાતિ લખી હોય અને અનુસૂચિત જાતિના ચૂંટાયેલા ઉમેદવારો પ્રમુખ પદે દાવેદારી કરી શકતા હોય છે પરંતુ નગરપાલિકાના પ્રમુખ પાસે હિન્દૂ દરજી જ્ઞાતિના અમિત શિવલાલ ચાવડાએ ખોટા પ્રમાણપત્ર રજૂ કરી પ્રમુખ બન્યા હતા તેવા આક્ષેપો ભરૂચના ફરિયાદી દિનેશભાઇ ખુમાણ દ્વારા લગાવવામાં આવ્યા હતા તે અર્થે ફરિયાદી દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી.
પરંતુ પોલીસ રાજકીય કાવા દાવામાં પુરાવા હોવા છતાં ગુનો દાખલ ન કર્યો હોવાને કારણે ફરિયાદીએ તેઓના ધારાશાસ્ત્રી અશ્વિનભાઇ ખંભાત મારફતે ભરૂચની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં રજુઆત કરી હતી જેમાં પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોવાને કારણે ફરિયાદી સી આર પી સી એકટની કલમ 156(3) મુજબની ફરિયાદ કરી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ.