ભરૂચ નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. જેના પગલે બંને જિલ્લામાં છેલ્લાં ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે, આસપાસના અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લામાં મેઘ મહેર ઓછી રહી હોવાનું જણાયું હતું. બે-બે દિવસના અંતરે મેહુલિયો ઝાપટા સ્વરૂપે તો ક્યાક ધોધમાર વરસી રહ્યો છે. આજરોજ વટ સાવિત્રીનુ વ્રત હોવાથી મહિલાઓ વ્રતની પૂજા કરીને આનંદમય દિવસ જાય તે રીતનુ વાતાવરણ સર્જાઇ રહ્યુ છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં ધીમેધીમે ચોમાસાની ઋતુ જામી હોય તેમ વટ સવિત્રીના રોજ શહેરમાં પવનના સુસવાટા અને મેઘ ગાજ સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો.
Advertisement