Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગમાં દુકાનનો વકરો સારો ચાલતો હોય તેની રીષ રાખી મારમારી હિંસક બની.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ ચાર રસ્તા ઉપર જયેશભાઇ વસંતલાલા ચોકસીનો જનરલ સ્ટોર આવેલ છે અને તેની બાજુમાં સંજયભાઇ ચંદુભાઈ રાવળ શાકભાજીની દુકાન આવેલ છે, શાકભાજીની દુકાનમાં વકરો સારો ચાલતો હોય તેની રીષ રાખીને ચંદ્રેશકુમાર વસંતલાલ ચોકસીએ ઉશ્કેરાટમાં આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ઠપકો આપતો હતો. ત્યારે યશ ચંદ્રેશભાઇ ચોકસી અને જય ચંદ્રેશભાઇ ચોકસીએ કૃતિક સંજયભાઇ રાવળને લોખંડ પાઇપ વડે પગ-માથા અને શરીરના ભાગે હુમલો કરતાં લોહીલુહાણ થઇને જમીન ઉપર ઢળી પડ્યો હતો. ત્યારે ચંદ્રેશકુમાર વસંતલાલ ચોકસી અને પારૂલબેન ચંદ્રેશકુમાર ચોકસીએ કૃતિક સંજયભાઇ રાવળ પકડી રાખીને હવે પછી આવો ઠપકો આપવા આવશે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્ત કૃતિક સંજયભાઇ રાવળને સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનની ગંભીરતા જાણી નેત્રંગ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કયૉ હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર માં કાર ના કાંચ તોડી ૪ લાખ ઉપરાંત ની રકમ ની સનસનાટી ભરી ચીલ ઝડપ ..EXCLUSIVE

ProudOfGujarat

પાવાગઢ માંચી ખાતે ખોદકામ કરતાં તોપગોળા-સીંગલ બેરલ જેવી બંદૂકના પુરાતત્વ અવશેષો મળ્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની શિક્ષિકાને મહિલા દિનની ઉજવણી અંતર્ગત “નારી ગૌરવ રત્ન એવોર્ડ-૨૦૨૨” એનાયત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!