Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાની જાતિના પ્રમાણપત્ર મામલે એ ડીવીઝન પોલીસને ગુનો દાખલ કરી 30 દિવસમાં કોર્ટને રિપોર્ટ કરવા કોર્ટનો આદેશ .

Share

ભરૂચ નગરપાલિકામાં પ્રમુખપદની બેઠક હોવા છતાં હિન્દૂ દરજી જ્ઞાતિના અમિત ચાવડાએ ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી અને પ્રમુખ બનતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે સમગ્ર પ્રકરણમાં ખોટા દસ્તાવેજ ઉભા કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવાનું ફરમાન એ ડીવીઝન પોલીસને કર્યું હતું.

ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થોડા સમય પહેલા જ યોજાય હતી ત્યારબાદ પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જાતિની હોય અને અનુસૂચિત જાતિના ચૂંટાયેલા ઉમેદવારો પ્રમુખ પદે દાવેદારી કરી શકતા હોય છે પરંતુ નગરપાલિકાના પ્રમુખ પાસે હિન્દૂ દરજી જ્ઞાતિના અમિત શિવલાલ ચાવડાએ ખોટા પ્રમાણપત્ર રજૂ કરી પ્રમુખ બન્યા હતા તેવા આક્ષેપો ભરૂચના ફરિયાદી દિનેશભાઇ ખુમાણ દ્વારા લગાવવામાં આવ્યા હતા તે અર્થે ફરિયાદી દ્વારા પોલીસ મથકે ફરીયાદ આપવામાં આવી હતી.

પરંતુ પોલીસ રાજકીય કાવા દાવામાં પુરાવા હોવા છતાં ગુનો દાખલ ન કર્યો હોવાને કારણે ફરિયાદીએ તેઓના ધારાશાસ્ત્રી અશ્વિનભાઇ ખંભાત મારફતે ભરૂચની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં રજુઆત કરી હતી જેમાં પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોવાને કારણે ફરિયાદી સી આર.પી.સી એકટની કલમ 156(3) મુજબની ફરિયાદ કરી હતી.

જે નામદાર કોર્ટમાં ચાલી જતા સમગ્ર ફરિયાદ સી ડીવીઝન પોલીસ દ્વારા ફરિયાદીની ફરિયાદનો અસ્વીકાર કરવા મુદ્દે પી.આઈ ની પણ રજુઆત સાંભળવામાં આવી હતી અને ત્યારબાદ પી.આઇ ની ઝાટકણી કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર ઘટનામાં ફરિયાદ સાચી હોવાનું ઠેરવી ભરૂચ એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ પી ડી જેઠવાએ આઈ.પી.સી. ની કેટલીક ધારાઓ મુજબ ગુનો દાખલ કરવા એ ડીવીઝન પોલીસને હુકમ કર્યો હતો.

Advertisement

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

ભરૂચ પશ્ચિમ વિસ્તારના બાયપાસ ફલાય ઓવરબ્રિજને બ્યુટીફીકેશન અને નામકરણ કરવા માટે કરી માંગણી.

ProudOfGujarat

અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું સક્રિય, ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

ProudOfGujarat

GIPCL કંપનીમાં જમીન ગુમાવનારા ખેડૂતોને ફલાયેશ નહીં મળતા આંદોલન કરી રહેલા ખેડૂતો વિરુદ્ધ કંપનીએ ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!