ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન ગુનાઓ વધી રહ્યાં છે. જેને ડામવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જાણે ગુના કરનારાઓને પોલીસ તંત્રનો કોઈ જ ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાનૂની કામોને અંજામ આપી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરુચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તંત્ર હરકતમાં આવ્યું છે.
ભરૂચ એલ. સી.બી. ની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં આજરોજ મળેલ બાતમીને આધારે હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2017 માં નોંધાયેલ રયોટિંગના ગુનામાં તેમજ ગત 2019 માં નોંધાયેલ મારા મારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપી અબ્દુલખાલિક ઇકબાલ ગામત રહે, હાંસોટને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને અંકલેશ્વર પોલીસે આગળની કાર્યવાહી કરવા હાંસોટ પોલીસને કામગીરી સોંપવામાં આવી હતી.
Advertisement