ભરૂચ નામદાર બીજા એડી. ચીફ જ્યુડી. મેજીના કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ મુજબમાં કેસમાં ઠરાવ તારીખે આરોપી કોર્ટમાં હાજર રહેલ ન હોવાથી આરોપી અમિનેષકુમાર ભોગીલાલ મોદી રહે, કાઝી ફળિયું હાંસોટ ભરૂચને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ નામદાર કોર્ટે રજૂ કર્યો હતો જેમાં અમીનેષ કુમારને હાંસોટમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળેલ બાતમીને આધારે શાલિભદ્ર ફાયનાન્સ કંપની લિમિટેડના આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર અલ્પેશભાઈ બાબુભાઇ રામી રહે, આશીર્વાદ કોમ્પ્લેક્ષ હાંસોટની કંપનીમાંથી આઈઓપી અમીનેષકુમારે સ્પેલન્ડર પ્રો વાહન ખરીદવા માટે લોન લીધી હતી. જે લોનના હપ્તા આરોપીએ નિયમિત રીતે ભર્યા ન હોવાથી ફરિયાદીએ લોનના પૈસા આરોપી પાસે માંગ્યા હતા.
જેની સામે આરોપીએ અન્ય બેંકનો રૂ.1,586/- નો ચેક આપ્યો હતો પરંતુ તેના ખાતામાં પૈસા ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો. જેમાં ફરિયાદીએ નામદાર બીજા એડી. ચીફ જ્યુડી. મેજીના ઓની કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટયુમેન્ટ એક્ટ મુજબમાં કેસ નોંધાવ્યો હતો અને તેની સામે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવી હતી. જેની હાંસોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.