ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વધી રહ્યા છે જાણે ગુના કરનારાઓને પોલીસ તંત્રનો કોઈ જ ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાનૂની કામોને અંજામ આપી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તંત્ર હરકતમાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના આલી ડીગીવાડ ખાતે જુગારનો ગણનાપાત્ર કેસ ભરૂચ બી ડીવીઝન પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો જેમાં બી ડીવીઝન પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીને આધારે ભરૂચ આલી ડીગીવાડ ખાતે રહેતા ઈરફાન અહમદ આદમ તેના ઘરની બહાર જ જાહેરમાં પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડતો હતો.
જેથી પોલીસ સ્ટાફ દ્વારા ભરૂચ મહંમદપુરા સર્કલ ખાતે ખાનગી વાહન લઈને સ્થળ પર પહોચ્યા હતા અને આલી ડીગીવાડ ખાતે રેઇડ કરતા કેટલાક ઈસમો સ્ટ્રીટ લાઈન નીચે બેસીને પત્તાપાના વડે જુગાર રમતા હતા જેમાં સાત જેટલાં જુગારીયાઓ ભાગવા જતા તેઓની બી ડીવીઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં સાતેય ઈસમો પાસેથી દાવ પરની રોકડ રકમ રૂ.1,700/-, સાતેય ઈસમોની અંગ ઝડતી રકમ કુલ રૂ.12,750/-, 07 મોબાઈલ નંગ અને બે એક્ટિવા ગાડી જે બન્નેની કિંમત મળીને કુલ રૂ.87,000/- જપ્ત કરીને કુલ મુદ્દામાલ એક લાખની ઉપરનો જપ્ત કરવામાં આવ્યો હતો જે અંગે કાયદેસરની કાર્યવાહી ભરૂચ બી ડીવીઝન પોલીસ કરી રહી છે.
પકડાયેલ આરોપીઓ :-
(1) ઈરફાન અહમદ આદમ રહે, આલી ડીગીવાડ, વસંતમિલના ઢાલ પાસે ભરૂચ
(2) અકરમ ઇસ્માઇલ મહમદ ફૂટવાળા રહે, મોટા બજાર પોલીસ ચોકી સામે મહંમદપુરા, ભરૂચ
(3) યુનુસ ગુલામ આચાર સિદ્દી રહે, રતનપુર ગેટપાસે, ઝગડીયા, ભરૂચ
(4) સિરાજ ઉર્ફે ખૂંધો તબરેજ ખાન પઠાણ રહે, આલી ડીગીવાડ, વસંતમિલના ઢાલ પાસે ભરૂચ
(5) ઇમરાનખાન નાશીરખાન પઠાણ રહે, આલી ડીગીવાડ, વસંતમિલના ઢાલ પાસે ભરૂચ
(6) અલ્લારખા ઉર્ફે જીન્નાત અબ્દુલરહેમાન મલેક રહે, આલી ડીગીવાડ, વસંતમિલના ઢાલ પાસે ભરૂચ વગેરે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ભરૂચ બી ડિવિઝન પોલીસે હાથ ધરી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ.