Proud of Gujarat
GujaratFeaturedINDIA

લ્યો બોલો, ભરૂચના બાયપાસ ચોકડી ફ્લાય ઓવર બ્રિજ નીચે કપડાનો મોટો જથ્થો મૂકી વેપારી બન્યો લાપતા..!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના દહેજ બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ ફ્લાય ઓવર બ્રિજ નીચે કોઇક કપડાનો વેપારી છેલ્લા ઘણા સમયથી કપડાંનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં મૂકીને જતો રહેતા મામલો સ્થાનિકો વચ્ચે ચર્ચામાં આવ્યો છે.

વેચાણ અર્થે લાવવામાં આવેલ કપડાં કોઈક વેપારીએ બિન વારસી છોડી દીધા હતા જેના પગલે સ્થાનિકોનું માનવું છે કે આ જથ્થો જો આમ જ પડ્યો રહ્યો અને કોઈક દિવાસળી ચાંપી આગ જેવી ઘટનાને અંજામ આપી દે તો નજીકમાં જ આવેલ હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારના લોકો વચ્ચે દુર્ઘટના સર્જાઈ શકે છે.

હાલ તો સ્થાનિકો જણાવી રહ્યા છે કે સમગ્ર મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ તપાસ કરે અને આ જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે કે વેપારી ગુમ થયો છે તેવી બાબતોમાં તપાસ કરવી જરૂરી જણાઈ આવે છે, અને આ જથ્થા નો નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં હાંસોટ વિસ્તારનાં અંબોલી ગામ ખાતે ખાણ ખનિજ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું સાદી માટી ખોદકામનું કૌભાંડ ઝડપાયું જવાબદાર કોણ ?

ProudOfGujarat

ભરૂચ આઇનોક્ષ પાસેથી બુલેટની ચોરી કરનાર બે શખ્સોને પકડી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

વડોદરા : નૂપુર શર્મા દ્વારા ઇસ્લામિક ધર્મ ગુરુ મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી મામલે કરાયો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!