એકબાજુ ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર હોવાની વાતો કરે છે પરંતુ ગરીબ લોકોને સસ્તા અનાજની દુકાનેથી સમયસર ખાંડ નહીં મળી હોવાની બુમો ઉઠી છે તેમજ ઓનલાઈન કુપન પણ ના નીકળતા દુકાનદારો ગરીબોને ખાંડ આપવાની ના પાડી દે છે જેથી ગરીબોમાં રોષ જોવા મળી છે.
આમોદ પંથકમાં મે મહિનામાં સરકાર તરફથી ખાંડની ફાળવણી વિલંબથી કરવામાં આવી હતી છેલ્લી તારીખોમાં ખાંડની ફાળવણી કરી હતી જેથી આમોદ તાલુકાની તેમજ શહેરની દુકાનોમાં મહિનાના છેલ્લા ત્રણ દિવસ 29 થી 31 સુધી ફાળવણી કરી હતી. જેથી મે મહિનાની ખાંડ દુકાનદારોએ લઈને રેશનકાર્ડ ધારકોને આપી નહોતી. જેને કારણે ગરીબોને ખાંડ ના મળવાથી સરકાર પ્રત્યે કડવાશ જોવા મળી હતી. ઉપરાંત કેટલાક દુકાનદારોએ માત્ર તેમના મળતીયાઓને જ બોલાવીને ખાંડ આપી દીધી હતી. જ્યારે બીજા ગરીબ રેશનકાર્ડ ધારકોને મે માસની ખાંડ માટે ધરમધક્કા ખવડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મે મહિનાની ખાંડની કુપન ઓનલાઈન નીકળતી નથી.
રિધ્ધી પંચાલ, ભરુચ.