ભરૂચ પોલીસે જુગાર ની ગતિ સામે લાલ આંખ કેરી હોય તેમ ભરૂચ નાં વિવિધ વિસ્તારોમાંથી જુગારીઓ ઝડપી પાડ્યા હતા. જેમ કે તારીખ ૧૩-૦૨-૧૮ના રાત્રીના ૮:૩૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન રંગ પ્લેટિનમ ટાવરના સાતમાં માળ પર ફ્લેટ નંબર ૭૦૪ માંથી જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા હતા.
ઝડપાયેલ જુગારીયાઓ અંગે પો/કૉ મહિપાલ સિંહએ, રાજેન્દ્રસિંહ એલ.સી.બી ભરૂચે ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદમાં આરોપીઓના નામ જોતા (૧) નીતેશ હરીશ પટેલ રહે. રંગ પ્લેટીનીયમ ટાવર એક ૭ મો માળ ફ્લેટ નંબર ૭૦૪ મૂળ રહે. ૨૪૦/૭ વૈકુંઠ ૦૨ એરપોર્ટ નજીક વડોદરા, (૨) શંકર રવિન્દ્રભાઈ મિત્રા રહે. અયોધ્યા નગર મકાન ન ૨૮૯૧, ભરૂચ (૩) રવીન્દ્રભાઈ કાલ્પ્પા ભંડારી રહે.એ.૨૦ મહાવીરનગર આનંદનગરની બાજુમાં અંજતા નગર પાસે ભરૂચ, (૪) કલ્પેશ નટવરલાલ રાણા રહે. ૧૧૨૯ ગાયત્રીનગર લિંક રોડ ગુજરાત હાઉસીન્ગ બોર્ડ, (૫.) કલ્પેસ ઉર્ફે ડુંગી નટવર રાવલ રહે. ધોળીકુઈ રાવલીયાવાડ ફળિયું ભરૂચ, (૬)પ્રતિક બિપિન ચંદ્ર કાયસ્થ સોનેરી મહેલ ગોલવાડ મકાન નંબર ૪૭૯ ભરૂચ (૭) રવીન્દ્ર સુખલાલ વસાવા રહે. ગામડિયા વાલ બંબાખાના મકાન નંબર ૧૯૨, (૮) જીગ્નેશ ઉર્ફે ભયલુ કનુભાઈ રાણા રહે. મહાવીર સોસાયટી રેલ્વે ક્રોસિંગ પાસે શક્તિનાથ ભરૂચ, (૯). દીપક ભાયલાલ ભાઈ બારૈયા રહે. નાદેલાવ અંજુમ પાર્ક (૧૦) અંકુર મુલચાદભાઈ પરમાર રહે. મકાન નંબર ૧૧,૧૨,૧૩, (૧૧) પ્રશાંત ધર્મરાજ પાટીલ રહે. આનંદનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરૂચ (૧૨) વિક્રાંત અરવિંદ પટેલરહે. દશાન પંચાયત પાસે (૧૩), અક્ષય નટવરલાલ રાણા રહે. અયોધ્યાનગર મકાન નબર ૨૨૭૦ લીંક રોડ ભરૂચ નાઓને જુગાર રમતા એલ.સી.બી પોલીસ ઝડપી આરોપીઓની અટક કરવામાં આવી. જુગારીઓની અંગ ઝડતીના રોકડા ૬૬,૭૫૦/-, દાવ ઉપર મળેલી રકમ ૧૩,૭૫૦/- રોકડ રૂપિયા, મોબાઈલ ફોન ૧૩ કિંમત રૂ. ૧,૦૪,૦૦૦ વાહન નંગ ૫ કિંમત ૪,૯૦,૦૦૦/- જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા ૬.૭૪.૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ બનાવ અંગે હે.કૉ અરવિંદ સોમાભાઈ તપાસ કરી રહ્યા છે.