Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: નાંદોદના ખામર ગામના ત્રણ રસ્તા નજીક હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા અપંગ ઇસમને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ કરુણ મોત

Share

નાંદોદ તાલુકાના ખામર ગામ ના ત્રણ રસ્તા નજીક હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા અપંગ ઇસમને અડફેટમાં લઈ અકસ્માત કરતા અકસ્માતમા અપંગ ઇસમનું ઘટના સ્થળે જ કરુણ મોતનીપજ્યું હતું.આ અંગે આમલેથા પોલીસ મથકે ફરીયાદી સોમાભાઈ પારસીંગભાઈ વસાવા (રહે,ખામર )એ અકસ્માત મોત ગુનાની ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત અનુસારખામર ગામ ના ત્રણ રસ્તા નજીક હાઇવે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી ખામર હાઇવે રોડઉપર અજાણ્યા અપંગ ઇસમને અડફેટમાં લઇ અકસ્માત કર્યો હતો.અપંગ ઈસમને પેટના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા તેનુંઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.વાહનચાલક અકસ્માત કરીને નાસી જતા આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા જિલ્લાના કરજણ સેવાસદન ચોકડી પર અકસ્માત, ટ્રેલરની અડફેટે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

બળાત્કાર ગુનામાં સજા ભોગવતાં ફર્લો રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!