ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે જાણે જનતાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ જુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. ગઈ તારીખ 18/06/21 ના રોજ ભરૂચ શહેરમા આવેલ લિંકરોડ નજીક આવેલ આશુતોષ સોસાયટીમાં આવેલ બંધ મકાનની આગળ પાર્ક કરેલ હોન્ડા પેશન પ્રો મોટર સાઇકલ નંબર GJ 16 BR 1194 જેની કિંમત રૂપિયા 20000/- હતી તેની ચોરી થઇ હતી જે અંગે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બીજા ગુનામાં તા 19/06/21 ના રોજ ભરૂચ શહેરમાં આવેલ સિલ્વર સ્કેવર નજીક આવેલ SVC બેંકના પાર્કિંગમાંથી હીરો સ્પલેન્ડર પ્રો મોટર સાઇકલ નંબર GJ 16 BH 4463 જેની કિંમત 25000/- ની ચોરી થઇ હતી જેનો ગુનો ભરૂચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ મુજબ ગુનાઓ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે મળેલ માહીતી મુજબ આસુતોષ સોસાયટીમાંથી થયેલ મોટર સાયકલ પેશન પ્રો જેની અસલ નંબર પ્લેટ ઉપર બીજી નંબર પ્લેટ GJ 16 CJ 0815 હતી જે ભરૂચ શહેર મોદી બાગ નજીકથી આરોપી સુનિલભાઈ રાજુભાઈ વધારી રહે, મોફેસર જિન કમ્પાઉન્ડ, ભરૂચને ઝડપી પાડવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ જથ્થો ધરવામાં આવી હતી. આરોપીની વધુ પૂછપરછ દરમિયાન સિલ્વર સ્કવેર નજીક ચોરાયેલ બાઈક પોતાના ઘરમાં નંબર પ્લેટ તોડી સંતાડી રાખેલ હોવાનું જણાવ્યું હતું જેની ભરૂચ એ ડીવીઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ.