આજે 21 મી જૂન, વિશ્વ યોગ દિવસ છે. સમગ્ર વિશ્વમાં આજે યોગનું મહત્વ અને યોગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ યોગના જાહેર કાર્યક્રમો બંધ હોવાથી હાલ યોગના કાર્યક્રમો વર્ચ્યુઅલ કાર્યક્રમો તેમજ ઘરે બેસીને કાર્યક્રમો થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે શાળાઓ બંધ છે આને વિદ્યાર્થીઓ ઘરમાં છે ત્યારે આવા નાના બાળકોને યોગનું મહત્વ સમજાય તે હેતુસર વિશ્વ યોગ દિવસે યોગનો નાનકડો કાર્યક્રમ કોવીડ 19 ની ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ સાથે નર્મદાના બોરીદ્રા ગામે બાળકો માટે એક યોગ પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજ્યો હતો. આજે યોગ દિવસે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાનકડા બોરિદ્રા ગામે બાળકો માટે યોગ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેના અનુસંધાને જિંગલ દ્વારા બાળકોને કોરોના સામે જાગૃતિ સંદેશ સાથે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરીને વિધાર્થી ઓમક્રિષ મકવાણાએ પોતાના દ્વારા તૈયાર કરેલ સ્વરચિત જિંગલ દ્વારા બાળકોની સમક્ષ યોગ નિદર્શન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી અને બાળકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. કોરોનમાં ઓક્સિજનની જરૂરિયાત સામે યોગથી ઓક્સિજન કેવી રીતે વધારી શકાય તેનું મહત્વ અને માર્ગદર્શન પણ આપ્યું હતું. બાળકોએ આજના યોગ દિવસે પોતાના ઘરે જઈને પણ યોગ ચાલુ રાખીશું એમ જણાવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા