માર્ચ 2021 ના બીજા સપ્તાહ પછી કોરોનાની ઘાતક બીજી લહેર શરૂ થતાં એકાએક કોરોના કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો હતો. જેના કારણે સરકાર દ્વારા અનલોકના નિયમોમાં બદલાવ કરી ધાર્મિક સ્થળ, બાગ બગીચા, પર્યટક સ્થળ, જીમ, મોલ, મલ્ટીપ્લેક્ષ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે 3 મહિના બાદ કોરોના કાબૂમાં આવતા સરકાર દ્વારા નિયમો સાથે ખુલ્લા મુકવામાં આવ્યા છે. કોરોનાની કળ વળતા જ ભરૂચવાસીઓ ઘરમાંથી અનલોક થયા છે. ગઇકાલે રવિવારે હરવા-ફરવાના સ્થળો અને ધાર્મિક સ્થળો પર જઇ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં અનલોકનો પ્રથમ વિકેન્ડ હતો અને લોકો વરસાદી માહોલમાં બાગ-બગીચા, ડેમો, ધાર્મિક સ્થળે ઉમટી પડી કોરોનાને ભૂલાવી મનને હળવું કરતા નજરે પડ્યા હતા.
શહેરના હરવા ફરવાના સ્થળો અને ધાર્મિક સ્થળો પર અનલોક બાદ પ્રથમ વિક એન્ડની મજા માણતા ભરૂચવાસીઓ નજરે પડ્યા હતા. રવિવારે વરસાદી માહોલ બાદ સાંજના સમયે ફરવાના સ્થળો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને લાંબા સમય બાદ લોકોએ પરિવાર અને મિત્રો સાથે ખુલ્લા મનથી ફરવા નીકળી એક તહેવાર જેવો માહોલ ઉભો કર્યો હતો. લોકો પણ કોરોનારૂપી ડરને ભૂલાવવા બહાર ફરવા નીકળી મનને હળવું ફૂલ બનાવ્યું હતું.
માર્ચ 2021 થી રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અને અનલોકના નિયમો લાગુ કર્યા હતા. બાદમાં પરિસ્થિતિ ગંભીર બનતા નાના શહેરોમાં પણ અનલોકના નિયમો કડક બનાવવામાં આવ્યા હતા. જોકે આજે કોરોના કેસમાં ઘટાડો થતા લોકો મન મૂકી અને હરવા ફરવા નીકળ્યા હતા. રાજકોટ શહેરમાં 20 જૂન 2021 નો રવિવારનો દિવસ આનંદનો દિવસ હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે, સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોએ ઠંડા વાતાવરણમાં વરસતા વરસાદ વચ્ચે ન્હાવાની મજા તો માણી હતી પરંતુ સાથે સાથે 3 મહિના બાદ અનલોક નિયમો હળવા થતા ફરવાલાયક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું.
રવિવારની સાંજે ભરૂચના નજીકનાં વિવિધ વિસ્તારો જેમકે નારેશ્વર, ભરૂચ નર્મદા કિનારે પણ લોકોની ભીડ ઉમટી પડી હતી.
નર્મદા જિલ્લમા પણ ઘણા ફરવા લાયક સ્થળો ઘાણીકુટ ડેમ સહિતના નેત્રંગમા વરસાદી માહોલમા 3 મહિના બાદ ફરવા નીક્ળ્યા હતા. લોકો અનલોક દરમિયાન કોરોનાના ડર વચ્ચે જીવતા હતા અને બીજી ઘાતક લહેરમાં અનેક સ્વજનો ગુમાવ્યાના દુઃખમાં ખોવાયા હતા. પરંતુ હવે અનલોકમાં છૂટછાટ મળતા 3 મહિના બાદ આજે લોકો ફરવાલાયક સ્થળો પર પરિવાર અને મિત્રો સાથે બેસી સારો સમય વિતાવતા નજરે પડ્યા હતા.
રિધ્ધી પંચાલ, ભરુચ.