ભરૂચ જિલ્લામાં ચોરી મારામારી લૂંટફાટ જુગાર અને હત્યાના બનાવ ઘણા વધી રહ્યા છે જાણે જનતાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ જુંબેશ શરૂ કરવામાં આવી છે. વેડચ ટાઉનમાંથી પત્તા પાનાની જુગાર સ્થળે સફળ રેઇડ કરીને 7 જુગારીઓને પકડી ભરૂચ એલ. સી. બી. એ ઝડપી પાડ્યા હતા.
મળતી માહીતી અનુસાર, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટિમોની રચના કરીને પેટ્રોલિંગ કરી રહ્યા હતા. વેડચ ટાઉનમાં મેઈન ખડકી ફળિયામાં જુગારની સફળ રેઇડ કરી સાત આરોપીઓને પત્તા પાનાના જુગાર રમવાનાં સાધનો સહિત અંગ જડતી રોકડા રૂપિયા 51,600/-, દાવ ઉપરના રોકડ રૂપિયા 17,865/-, મોબાઈલ ફોન રૂપિયા 9500/- મળીને કુલ મુદ્દામાલ 1,08,956/- સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી વેડચ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવતા હતા.
પકડાયેલ આરોપીઓ :
(1) ઉંમરભાઈ નિયાઝભાઈ પઠાણ, રહે, કૌંસર મસ્જિદ પાસે, જંબુસર ભરૂચ
(2) મુસ્તાકભાઈ અહેમદભાઈ કારભારી, રહે, સ્ટેશન રોડ જંબુસર, ભરૂચ.
(3) મની ગોપાલ નાયર, રહે, ડાભા ચોકડી જંબુસર ભરૂચ.
(4) સોહેબભાઇ રહેમાનભાઈ મલેક, રહે, નગીના મસ્જિદ પાસે, જંબુસર ભરૂચ.
(5) રફીકભાઈ અબ્દુલભાઇ પટેલ, રહે, માઇનો લીમડો કોર્ટની પાછળ, જંબુસર ભરૂચ.
(6) સીરઝભાઈ અબ્દુલભાઇ મલેક, રહે, ડાભા ચોકડી જંબુસર ભરૂચ
(7) રસીદભાઈ છીતનભાઈ મલેક, રહે, નગીના મસ્જિદ, જંબુસર, ભરૂચ.
રિધ્ધી પંચાલ, ભરૂચ.