Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

Share

વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2015 માં ભારતની પહેલથી ઈન્ટરનેશનલ યોગ ડે મનાવવાની શરૂઆત થઈ. ભારત સરકારના આયુષ મંત્રાલયની વેબસાઈટ મુજબ યોગની ઉત્પત્તિ ભારતમાં જ લગભગ ઘણાં વર્ષો પહેલાં થઈ હતી. વિશ્વ આખું હવે એ તરફ સજાગ બન્યું છે અને યોગ-પ્રાણાયામના માધ્યમથી રોગપ્રતિકારક શક્તિ વધારવા તરફ વળ્યું છે ત્યારે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશ્વને ભેટ એવા યોગ-પ્રાણાયામનું મહત્વ રાજ્યમાં જન જન જસુધી વિસ્તરે તે માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો બન્યો છે.

આજરોજ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ઝાડેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી કરવામાં આવી હતી જેમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આજરોજ યોજાયલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના લોકો જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સ રાખી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને યોગ કર્યા હતા. જેમાં બ્રહ્માકુમારી ભરૂચના મુખ્ય સંચાલિકા પ્રભા દીદી તથા સેન્ટરની સમર્પિત બહેનોએ પણ યોગ દિવસમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિધ્ધી પંચાલ, ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર કરાઇ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી : જલારામ ફાટકના જાહેર માર્ગો ઉપર લીપાપોથીની કામગીરીથી વાહન ચાલકોને હાલાકી.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2178 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!