ગુજરાત રાજ્યમાં વેકસીનેશન મહાઅભિયાનનો 21 જૂનના યોગ દિવસના રોજથી શુભારંભ કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે ભરૂચમાં પણ મહાઅભિયાનનો પ્રારંભ થનાર છે જે સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરે વેકસીનેશનના મહા અભિયાનના આયોજન કરતા નોડલ અધિકારી અને તાલુકાના સર્વે અધિકારીને યોગ્ય વ્યવસ્થાપન કરી પ્રજાજનોને કોઇ પણ અડચણ ના પડે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. જેમાં 18 થી 44 વયના અને 45 થી વધુ દરેક વ્યક્તિ માટે વેક્સિનેશનના મહાઅભિયાન જિલ્લાના નવ તાલુકાઓના 143 કેન્દ્રો પર પ્રારંભ કરવામા આવશે.
આ પૈકીના ભરૂચમાં – 04, આમોદના -02, અંકલેશ્વર – 04, હાંસોટ -02, જંબુસરમાં -03, ઝઘડિયામાં -03, નેત્રંગમાં- 03, વાગરામાં-02 અને વાલિયામાં – 02 મળીને કુલ – 25 તાલુકા કેન્દ્રો પર શુભારંભ થશે. જેમાં સ્થાનિક આગેવાન સહિત પદાધિકારીઓ હાજર રહશે.
રિધ્ધી પંચાલ,ભરુચ.