Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો 10 માં વર્ષે મંગળ પ્રવેશ : કારોબારી અધ્યક્ષ તરીકે નવીન પટેલની વરણી, પાંચ વર્ષથી સંધને સક્રિય રાખનાર પ્રમુખ ઈદ્રીશ કાઉજીની વધુ બે વર્ષ માટે પ્રમુખ તરીકે વરણી.

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંધની કોરોના મહામારીને કારણે સામાન્ય સભા ભરૂચ જિલ્લા માહીતી કચેરી ખાતે યોજાઈ હતી. આગામી બે વર્ષ માટે ઈદ્રીશ કાઉજીની પ્રમુખ તરીકે સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી.

સામાન્ય સભા દરમિયાન કોરીના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા પત્રકારો અને તેમના પરિવારજનો શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. સંધના પૂર્વ પ્રમુખ જગદીશ ભાઈ પરમાર દ્વારા મુકાયેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંધના ખજાનચી સિરાજ ભીમ તેમજ વિરલ રાણાએ નાણાકીય વર્ષનો હિસાબ રજૂ કર્યો હતો. જયારે કાર્યક્રમ સમરોહમાં નવા પ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં સતત પાંચ વર્ષથી પ્રમુખ પદે રહીને સંગઠને મજબૂત રાખીને ઈદ્રીશભાઈ કાઉજીની આગામી બે વર્ષ માટે સર્વાનુમતીએ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી સાથે સિનિયર અને છેલ્લા ઘણા સમયથી સંગઠન સાથે જોડાયેલા નવીનભાઈ પટેલની કારોબારી અધ્યક્ષ તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. સન્માન સમારોહ દરમિયાન પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પરમાર, પૂર્વક પ્રમુખ નિલેશ ટેલર, કારોબારી અધ્યક્ષ દિનેશભાઇ અડવાણી, મહામંત્રી ઝફર ગડીમલ સહિતના હોદ્દેદારો, સંગઠનના માર્ગદર્શક હાફિઝુલ્લાહ શેખ, અમજદ સૈયદ, બંકિમ મજમુદાર અને જિલ્લાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિધ્ધી પંચાલ, ભરૂચ.

Advertisement

Share

Related posts

વડોદરાના કલાનગરી ગરબા મહોત્સવમાં તમારા વાહનો સુરક્ષિત નથી, 15 ખેલૈયાઓના ટુ-વ્હીલરમાંથી થઇ ચોરી

ProudOfGujarat

નડિયાદ : વિકાસની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે બૃહદ ખેડાના સરપંચોનો એક દિવસીય સેમિનાર યોજાયો.

ProudOfGujarat

રાજયસભાનાં સાંસદ મર્હુમ, અહેમદ પટેલનાં પુત્રી મુમતાજ પટેલે કોરોના કાળમાં લોકોને પ્લાઝમા ડોનેટ કરવા કરી અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!