ભરૂચ જિલ્લામાં ચોરી મારામારી લૂંટફાટ અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે જાણે જનતાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરુચ જીલ્લામા નાસ્તા ફરતા
આરોપીઓને શોધી કાઢવા ખાસ જુબેંશ શરૂ કરવામાં આવ્યો છે. તે મુજબ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરી કરતો અને તે અંતર્ગતના સાત જેટલાં ગુનાઓ કરીને નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એલ. સી. બી. પોલીસે ઝડપી પાડ્યો હતો.
મળેલ બાતમીને આધારે સાણદ, અસલાલી, કલોલ, કડી, કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇકો ગાડીના સાયલેન્સર ચોરી કરીને
નાસતા ફરતા આરોપી સુનિલભાઈ નટવરભાઈ વાધેલા રહે, ધોળીકુઇ મારવાડી ટેકરો ભરૂચ ને ભરૂચ ધોળીકુઇ મારવાડીના ટેકરા પરથી ઝડપી પાડી કાયદેસર
કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભરુચ શહરે “એ” ડીવીઝિ પોસ્ટેમા શોપવામા આવ્યો હતો. અને સાણદ, અસલાલી, કલોલ, કડી, કઠલાલ પો.સ્ટે. જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ.
ભરૂચ એલ. સી. બી. એ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરી કરનાર ઈસમને ઝડપી પાડ્યો..
Advertisement