બાપ એટલે સૂર્ય ગરમ હોય છે અને ન હોય તો અંધારું. દરેક દીકરા દીકરીનું તેના પિતા સ્વભિમાન હોય છે. એ ગરીબ હશે કે અમીર, બાપની જગ્યા હંમેશા ઉપર હોય છે બાપ ભલેય તમને પંપાળશે નહીં પણ તમને તમારી માઁ જેટલો જ પ્રેમ કરશે. જીવનમાં બાપનો હાથ ક્યારેક પિતા સ્વરૂપે તો ક્યારેક મિત્ર સ્વરૂપે હંમેશા આપણા માથે આશીર્વાદરૂપે ફરતો રહે છે. જયારે નાના હતા ત્યારે આપણાને કોઈ વસ્તુની સમજણ ન હતી ત્યારે એક પિતા પ્રેમથી કાંતો ગુસ્સાથી આપણામાં સંસ્કારનું સિંચન કરતો હોય છે. જે વ્યક્તિ દુનિયામાં સૌથી જુઠું બોલતું હોય તો એ છે આપણા પપ્પા. પપ્પા એટલે જેને નવા કપડાનો ઘણો શોખ પણ આપણા માટે તે શોખનું બલિદાન આપી દે જેથી આપણે આપણા શોખ પુરા કરી શકીએ
એક સાસરે જતી દીકરીને જાણે પોતાના કાળજાનો કટકો કોઈને આપી દેતા હોય તે રીતે પોતાનું દુઃખ છુપાવીને સસરે જતી દીકરીને કઠણ મનોબળઠી હસતા મુખે વિદાય આપે તે પપ્પા.પોતે તેમના મિત્ર સાથે ટુ વહીલર પર નોકરી જાય પણ આપણા શોખ પુરા કરવા આપણાને ઇન્સ્ટોલમેનટથી આપણી મનપસંદ બાઈક સ્કૂટી લઇ આપે તે પપ્પા. પોતાની બર્થડે માનવાની ના પડે પણ પરિવારના દરેક સભ્યની બર્થડે માનવ ઉત્સુક રહે તે પપ્પા. તબિયત ખરાબ હોવા છતાં ઓવર ટાઈમ કરે જેથી પરિવારના શોખ પુરા કરી શકે તે છે આપણા પપ્પા.ભલે એ જિંદગીથી હરિ ગયા હોય પણ જિંદગીથી હાર ન માનીને આગળ વધવાનું શીખવાડે તે છે આપણા પપ્પા. જો માઁ ઘરનું ગૌરવ છે તો પોતા ઘરનું અસ્તિતત્વ છે . કયારેક આપણે કંઈક વસ્તુથી ડર લાગે કે ઠોકર વાગે તો આપણા મો માંથી ઓ માં શબ્દ નીકળતો હોય છે પણ રસ્તો પર કરતી વખતે કોઈ ટ્રક નજીક આવી જાય અને બ્રેક મારે તો બાપરે જ મોથી નીકળતું હોય છે.દીકરી હંમેશા ભગવાન વિરૂધ્ધ સાંભળી લેશે પણ ભગવાન જેવા પિતા વિરૂધ્ધ ક્યારેય નહીં સાંભળે.આજે તમે જે કઈ પણ છો તે તમારા પિતાના લીધે છો.
રિધ્ધી પંચાલ, ભરૂચ.