નર્મદા જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે.જેમાં નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં સરેરાશ એકથી દોઢ ઇંચ વરસાદ થવા પામ્યો છે. વરસાદનાસત્તાવાર આંકડા જોતા ૨૪ કલાકમાં સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં ૩૩ મી.મી વરસાદ થયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ગરુડેશ્વર તાલુકા માં 10મિલી વરસાદ થયો છે. જ્યારે ડેડીયાપાડા તાલુકામાં ૨૬મિમિ (એક ઇંચ), તિલકવાડા તાલુકામાં ૨૭ મિમી(એક ઇંચ )અને સાગબારા તાલુકા માં 20 મીટર ઇંચ વરસાદ થયો છે.આમ નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 116 મીટર વરસાદ નોંધાયો છે.
અત્યાર સુધીના કુલ વરસાદના આંકડા જોતા નર્મદા જિલ્લામાં સૌથી વધુ કુલ વરસાદ ડેડીયાપાડા તાલુકામાં 114 મીમી અને સૌથી ઓછો કુલ વરસાદ ગરુડેશ્વર તાલુકા માં 18 મીમી નોંધાયો છે. જ્યારે તિલકવાડા તાલુકામાં 53 મીટર અને નાંદોદ તાલુકામાં 65મી અને અત્યાર સુધીમાં સીઝનનો કુલ વરસાદ 270 મિમિ નોંધાયો છે.
નર્મદામાં વરસાદ ની આવક થતા નર્મદાના વિવિધ ડેમોમા પણ પાણીની આવક શરૂ થવા પામી છે. જેમાં નર્મદા ડેમની સપાટી 116.16 મીટરે પહોંચી છે. અને નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 14831 ક્યુસેક નોંધાઈ છે.જ્યારે કરજણ ડેમની સપાટી તો108. 28 મીટર અને નાના કાકડી આંબ ડેમની સપાટી179.15 તથા ચોપડવાવ ડેમની સપાટી 179.85 મીટર તથા નર્મદા નદી પરના ગરુડેશ્વર બ્રિજનું લેવલ 15. 670મીટર નોંધાયો છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા