Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં નવા ડી.ડી.ઓ તરીકે યોગેશ ચૌધરીની નિમણુક કરાઈ.

Share

આજરોજ સમગ્ર ગુજરાતમાં 77 જેટલાં આઈ. એ. એસ. ની બદલી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાએ આઈ. એ. એસ. ને મુકવામાં આવ્યા હતા જેથી સરકારનું તંત્ર યોગ્ય રીતે ચાલુ રહે તેવી જ રીતે ભરૂચ જિલ્લામાં પણ આજરોજ નવા ડી.ડી.ઓ. ની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.અનેક જિલ્લામાં કલેકટર અને ડીડીઓ બદલાય ગયાં છે અને મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશ્નરોની બદલી કરી દેવામાં આવી છે. ભરૂચના ડીડીઓ અરવિંદ વિજયનની બદલી થતાં તેમના સ્થાને યોગેશ ચૌધરીની નિમણુંક કરાઇ છે. ભરૂચના કલેકટર તરીકે ડૉ.એમ.ડી.મોડીયાને યથાવત રાખવામાં આવ્યાં છે
ઘણા વર્ષોથી દક્ષિણ ગુજરાત વીજ કંપની સુરત ખાતે મેનેજીંગ ડાયરેક્ટરની ફરજ બજાવતા યોગેશ ચૌધરીની ભરૂચ જિલ્લામાં નવા ડી. ડી. ઓ. તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તે પહેલા ભરૂચ જિલ્લાના ડી.ડી.ઓ તરીકે અરવિંદ વિજયનએ પોતાની સુજબુજ અને કર્તવ્યનિષ્ટ કામગીરી કરીને ફરજ બજાવી હતી.IAS અંજુ શર્માન શિક્ષણમાંથી રોજગાર વિભાગમાં ફરજ સોંપવામાં આવી છે. જ્યારે ગુજરાત ST નિગમના MD S.J. હૈદરને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. રોજગાર વિભાગના સચિવ હર્ષદ પટેલની પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાઈસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઈ છે. તે ઉપરાંત રાજકોટ કલેક્ટર તરીકે અરુણ મહેશ બાબુ, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરી અને ડેપ્યુટી મ્યુનિસિપલ તરીકે આશિષ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશ્નર તરીકે વરુણ કુમાર બરણવાલ અને PGVCL ના MD તરીકે ધીમંતકુમાર વ્યાસની વરણી કરવામાં આવી છે.
સુરતના કલેકટર તરીકે આયુષ ઓક, રાજકોટના કલેકટર તરીકે મહેશ બાબુની વરણી કરવામાં આવી છે. ભરૂચના ડીડીઓ અરવિંદ વિજયનની બદલી થતાં તેમના સ્થાને યોગેશ ચૌધરીની નિયુકતિ કરવામાં આવી છે. રાજકોટના કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશનમાં બદલી કરવામાં આવી છે. રાજય સરકારે શહેરો તથા મહાનગરોમાં કલેકટરો અને ડીડીઓને પણ બદલી નાંખ્યાં છે. આગામી વર્ષે રાજયમાં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે આ બદલીઓને ઘણી મહત્વની ગણવામાં આવી રહી છે.રાજય સરકારે વહીવટીતંત્રમાં ધરમુળથી ફેરફાર કરી દીધાં છે. જેમાં શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે હૈદર ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં બદલી.હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે અપાઈ નિમણુંક, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ. સુરત કલેકટર ધવલ પટેલની ગુડાનાં CEO તરીકે બદલી કરવામા આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુનો પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

વડોદરા : ભાયલી ગામમાં બનેલ રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી આપનાર આધેડની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

બિગ બોસ OTT: આ વખતે બિગ બોસનું ઘર કંઈક આવું હશે, જુઓ ફર્સ્ટ લુક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!