આજરોજ સ્વર્ગસ્થ જયેશભાઇ અંબાલાલભાઈ પટેલ ઉર્ફે કાકાની દ્વિતીય પુણ્યતિથિ તેમની યાદગીરીના ભાગ સ્વરૂપે ઝાડેશ્વર K.G.M સ્કૂલ ખાતે પ્રાર્થના સભાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝાડેશ્વર ગામના જયેશભાઇ પટેલે લોકોને 108 એમ્બયુલન્સની જેમ નિ:સ્વાર્થ ભાવે લોકોની મદદરૂપ કરી હતી તેઓ ન તો નેતા હતા કે ન તો ઘણા મોટા કાર્યકર્તા તેઓએ સામાન્ય માણસને સામાન્ય માણસની જેમ જ મદદ કરી હતી. બે વર્ષ પહેલા તેમનું અકાળે મૃત્યુ થયું હતું જેથી તેમના નિ:સ્વાર્થ ભાવને કાયમ રાખવા માટે આજરોજ ઝાડેશ્વર ગામ ખાતે આવેલ K.G.M સ્કૂલમાં તેમના આત્માના શાંતિ મળે અને તેઓ જે રીતે લોકોની મદદે આવતા હતા તે રીતે બ્લડ ડોનેટ કરવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ રાખીને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું અને હાજરી આપી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ
ભરૂચ : ઝાડેશ્વરની K.G.M સ્કૂલ ખાતે જયેશભાઈ અંબાલાલભાઈ પટેલ ઉર્ફે (કાકા) ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.
Advertisement