ચિલ્લા કેટલા દિવસોથી ભરૂચ નગરમાં તસ્કરોનો ખુબ ત્રાસ હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધી બી અને સી ડીવીઝન પોલીસ મથકમાં મારા પછી તારો અને તારા પછી મારો એમ ઉપરા છાપરી ચોરીના બનાવો બન્યા હતા. નવાઈની બાબત એ છે કે વીતેલા સમયની ચોરીના ગુનામાં ભેદ ભરમ અકબંધ છે ત્યાં ગત રાત્રીના સમયે ‘એ’ ડીવીઝન પોલીસની હદમાં આવેલ મંગલ જ્યોત સોસાયાટી દહેજ બાયપાસ રોડ બંગલા નબર ૪૫ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ બનાવાના ફરિયાદી યોગેશ પરમાર રહેવાસી મંગલ જ્યોત સોસાયટી સાંજે ૬:૩૦ કલાકે તા ૧૨-૦૨-૨૦૧૮ નાં રોજ બાહર ગયા હતા તે સમયે તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાના સોના-ચાંદીના દાગીના તથા રોકડા ૧૦,૫૦૦ મળી કુલ રૂપિયા ૯૫,૫૦૦ નાં મત્તાની ચોરી કરી હતી.
આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી.તરપડે તપાસ કરી રહ્યા છે.