પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણની સાથે અવરજવર વરસાદી છાંટા થતાં હતા અને ગમે ત્યારે વરસાદ થવાની મોસમ વિભાગ આગાહી કરી હતી. પરંત મેઘરાજ હાથતાળી આપી જતાં ધરતીપુત્રો ચિંતિત બની જવા પામ્યા હતા.
જેમાં વાદળછાયા વાતાવરણ સાથે મેધરાજા તોફાની બેટિંગ કરતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ ઉદભવતા રોડ-રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. નદી-નાળા, તળાવ,ચેકડેમમાં નવા વરસાદી પાણીના નીર આવ્યા હતા. ખેડુતો પણ ભારે જહેમત ઉઠાવી તૈયાર કરેલા ખેતરમાં સોયાબીન જેવા મોસમી પાકની વાવેતર કરવા જોતરાયા હતા. ઉનાળાની સિઝનમાં ભારે ગરમી અને બફારા બાદ એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરતા ધરતીપુત્રોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આવનાર સમયમાં મેઘરાજ મન મુકીને વરસે તેવી ખેડુત અને ધરતીપુત્રોમાં આશા સેવાઈ રહી હતી.
Advertisement