Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ.

Share

તાજેતરમાં નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના માર્ગદર્શન અને સૂચના અનુસાર નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની નવી કારોબારી નવા હોદ્દેદારોનીજાહેરાત કરી છે.

નર્મદા જિલ્લા મહિલા મોરચાના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે જયશ્રીબેન ધામેલને બીજી વાર પ્રમુખ તરીકે રીપીટ કરાયા છે. જ્યારે મહામંત્રી તરીકે દક્ષાબેન પટેલ, સ્નેહાબેન શર્મા તથા ઉપ પ્રમુખ તરીકે આશાબેન વસાવા ચંપા બેન ભીલ, શીતલબેન તડવી,આરતીબેન દેશમુખ, અને અલ્પાબેન ભાટીયાની વરણી કરવામાં આવી છે જ્યારે મંત્રી તરીકે રાજપીપળાના જ્યોતિબેન જગતાપ, કુંતા બેન વસાવા, વંદુ બેન વસાવા, જીજ્ઞાશા બેન વસાવા, નયનાબેન તડવી, લતાબેન પટેલ તથા કોષાધ્યક્ષ તરીકે પ્રતિક્ષાબેન પટેલ તથા અન્ય ૧૩ જેટલા કારોબારી સભ્યોનીની કરવામાં આવી.છે આ અંગે નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

જેમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાજપીપળા શહેરના અગાઉ ઉપપ્રમુખ રહી ચુકેલા મહિલા અગ્રણી જ્યોતિબેન જગતાપને ભાજપને જિલ્લામાં મહિલા મોરચાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવીછે.નવા જિલ્લા મંત્રી બનેલા જ્યોતિબેન જગતાપ શિક્ષણ સમાજસેવા અને જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમને જિલ્લા મંત્રી બનવા બદલ તથા સૌને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા

દીપક જગતાપ રાજપીપળા


Share

Related posts

ગોધરામાં સી.એમ રૂપાણીનું લવ જેહાદ મામલે નિવેદન, ગુજરાતમમાં લવ જેહાદનો કાયદો લવાશે.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

મિનેષ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓને શુભેચ્છાઓ પાઠવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!