Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ખાતે નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરાયું.

Share

હાલના ડિજિટલ યુગમાં અગ્રેસર ગુજરાતમાં સાઇબર ક્રાઇમ રોકવા તથા ગુનેગારો વિરૂધ્ધ ઝડપી કાનૂની કાર્યવાહી કરવા આજરોજ રાજ્યના 10 જિલ્લાઓમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ગુજરાત રાજ્ય પોલીસ અધિકારી આશિષ ભાટિયા તથા પોલીસ મહાનીદેશક ગુજરાત પોલીસ CID ટી. એસ. બીષ્ટ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

ભરૂચ જિલ્લામાં ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા જિલ્લાના અન્ય અધિકારીઓની હાજરીમા ભૌતિક રીતર લોકાર્પણ કરીને સાઇબર ક્રાઇમ પૂલીશ સ્ટેશનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

હાલના ટેક્નિકલ યુગમાં સાયબર ક્રાઇમ સંબંધી ગુનાઓ જેમ કે ઓનલાઇન ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ જેવા બનાવો વધુ પડતા બનવા પામેલ છે જેથી ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને સાઇબર ક્રાઇમથી સુરક્ષિત રાખવા તાલીમ કેન્દ્ર, પોલીસ હેસ ક્વાટર્સ, કાલી તલાવડી, ભરૂચ ખાતે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રિધ્ધી પંચાલ, ભરૂચ.

Advertisement

Share

Related posts

વલસાડમાં દોઢિયા અને નોનસ્ટોપ ગરબા વચ્ચે શેરીગરબાનો દબદબો યથાવત

ProudOfGujarat

શહેરા સેવા સદનની ઇમારતનુ કામકાજ પુર્ણતાના આરે…..

ProudOfGujarat

સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે ડ્રેનેજ લાઈનમાંથી કાદવ ઘરમાં આવતા સ્થાનિકોને હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!