અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ભરૂચ જિલ્લામાં બે સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગર ઝડપાયા છે.
ગુજરત રાજ્યમા દારૂ બંધીનો અમલ હોય તેમ છતા દારુબંધી અમલનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. બાતમીના આધારે અંદાડા ગામના મોટા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર જયોતિબેન ઉપેન્દ્રભાઈ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. જે દારુની બોટલો વેચવાના ઇરાદે મંગાવીને પોતાના ઘરે જ સંતાડી રાખી હતી. જેમાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 40 નંગ જેની કિંમત રૂ.4000/- ની બોટલો કબ્જે કરી હતી અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. તો આવી જ રીતે ભરૂચ એલસીબી પોલીસે ઝઘડીયા ગામના ભંડારીની ચાલમાં રહેતા બુટલેગર રાકેશ હરેશભાઈ મોદીના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 76 નંગ બોટલ કબ્જે કરી હતી અને બુટલેગરને ઝડપી પાડી હતી. જ્યારે નવા ગામના કુખ્યાત બુટલેગર સતિશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમાં પોલીસે બંને સ્થળેથી મળી કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં બે સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગર ઝડપાયા : વિદેશી દારૂની 40 નંગ બોટલ કબ્જે કરી.
Advertisement