Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : અસુરિયા ગામ નજીક ટ્રક – બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત…

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચ તાલુકાના અસુરીયા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોમાંથી એક યુવાનનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ થતા ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનનું નામ વિપુલભાઈ રહે. સામલોદ તા. જિ. ભરૂચ તેમજ ઇજાગ્રસ્ત યુવાનનું નામ પ્રકાશ મેલાભાઈ માછી રહે. ઝનોર તા. જિ. ભરૂચ હોવાનું જાણવા મળ્યું હતું. અક્સ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આજે વન વિભાગના મુખ્ય સચિવના હસ્તે ફલાવર શો નું ઉદ્દઘાટન થશે.

ProudOfGujarat

અસનાવી ગામે ક્વોરી ઉપર કોન્ટ્રાકટર અને સુપરવાઈઝ પર ૬ ઇસમોએ હુમલો કરી માર મારવામાં આવતા પોલિસ ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

મહેમદાવાદમા આવેલ રેલ્વેના ગરનાળામા ભર ઉનાળે ચોમાસું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!