આગામી તા.૧૬/૦૨/૨૦૧૮ અને તા.૧૭/૦૨/૨૦૧૮ ના રોજ કૃષિ વિજ્ઞાનકેન્દ્ર ચાસવડ તા.નેત્રંગ ખાતે રાજ્યકક્ષાનના સહકાર, રમતગમત યુવક સાંસ્કૃત્તિક વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં કૃષિ મેળો યોજાશે. ભરૂચ જિલ્લાના ખેડૂતો, પશુપાલન, બાગાયતદારોને આધુનિક ટેકનોલોજીનું માર્ગદર્શન મળી રહે અને તેનો ઉપયોગ કરી બાગાયતી ખેતીપાકોનું તેમજ ડેરી-દૂધનું ગુણવત્તાસભર ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય તે આશયથી ભરૂચ જિલ્લાના આત્તમા પ્રોજેક્ટ-ભરૂચ, ખેડૂત તાલીમ કેન્દ્ર – ભરૂચ તથા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત – ભરૂચ ધ્વારા આયોજીત તેમજ ખાસ કરીને ભરૂચ જિલ્લામાં કાર્યરત એવી તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, એગ્રી બિઝનેશ સેન્ટર, સહકારી સંસ્થાઓ, અન્ય સંસ્થાઓ સંપૂર્ણ સાથ સહકારથી કૃષિ વિજ્ઞાનકેન્દ્ર ચાસવડ તા.નેત્રંગ જિ.ભરૂચ ખાતે બે દિવસનો કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૃષિ, બાગાયત, પશુપાલન, પ્રદર્શન અને સેમિનાર ધ્વારા ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. ભરૂચ જિલ્લાના તમામ ખેડૂત ભાઇઓ-બહેનો તથા પશુપાલકો મોટી સંખ્યામાં આ કૃષિ મેળાનો લાભ લેવા જણાવાયું છે.
આ કૃષિ મેળા થકી ખેડૂતો, પશુપાલકો અને બાગાયતદારોને વધુને વધે ઉપયોગી નિવડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં કાર્યરત એવા તમામ સરકારી વિભાગો, સહકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને એગ્રી બિઝનેશ સેન્ટર, એગ્રી ઇનપુટ ડીલર્સ જેવી સંસ્થાઓ પણ આ કૃષિ મેળામાં પોતાના વિભાગનું પ્રદર્શન યોજીને સહભાગી બનવા જિલ્લા ખેતીવાડી અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે.