ગઈકાલના રોજ અંકલેશ્વર ખાતે સુરવાડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા નદી પર બનેલા નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ ટૂંક સમયમાં કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ બ્રિજનું 10 ટકા જેટલું કામ હજુ પણ બાકી છે. 30 મહિનાની મુદ્દતમાં બનાવની રજુઆત કરનારને આજે 60 મહિના ઉપરનો સમય લાગ્યો છે તે છતાં હજુ પણ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી.
આજરોજ ભરૂચ ધારાસભ્યએ ચેનલોના માધ્યમથી જાહેર જનતાને જણાવ્યું હતું કે ગોલ્ડન બ્રિજની સમાંતર બનેલા નર્મદામૈયા બ્રિજનું કામ લગભગ પૂર્ણ થવાને આરે છે જેમાં 90% જેટલું કામ પૂરું થઇ ગયું છે અને 10% કામ હવે શરૂ કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરથી ભરૂચ કોલેજ રોડ તરફના લેન્ડિંગ પોર્શન તરફનું કામ હજુ બાકી છે જેમાં અમદાવાદથી લોખંડના સ્પન મંગાવામાં આવે છે, કોરોના મહામારી દરમ્યાન અમદાવાદથી લોખંડના સ્પન આવામાં વિલંબ થયો હતો. જેથી લોખંડના સ્પનનું કામ જોખમી હોવાથી આજરોજ રાત્રીના સમયથી ટેલિસ્કોપિક ક્રેનથી લોખંડના સ્પન મુકવાનું કામ શરૂ કરાશે. લેન્ડિંગ પોર્શનનું કામ હજુ લગભગ 14-20 દિવસ ઉપરાંત કામ ચાલશે. પરંતુ હજુ બ્રિજ શરૂ કરવા અર્થે કેટલોક સમય લાગશે કારણ કે ગોલ્ડન બ્રિજ પર દરરોજનો ટ્રાફિક જામ થવાને કારણે સાથે બ્રિજ બાંધકામને કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા વર્તાઇ રહી છે જેથી જાહેર જનતામાં અનેક સવાલો ઉભા થયાં છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ.